મહેસાણા જિલ્લાના કડી તાલુકાના રાજપુરમાં લાકડાની ફેકટરીમાં આગ : મોટી જાનહાની ટળી

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના રાજપુરમાં લાકડાની ફેકટરીમાં આગ : મોટી જાનહાની ટળી

લાખો રૂપિયાનું લાકડું અને સામાન બળીને ખાખ

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના રાજપુર ગામની નજીકમાં આવેલી શક્તિ ઇન્ડસ્ટ્રીઝ નામની લાકડાની ફેક્ટરીમાં મંગળવારે મોડી રાત્રે અચાનક આગ લાગવાનો બનાવ બમવા પામ્યો હતો. જે આગે ધીરે ધીરે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફેકટરીમાં રહેલા લાકડા સહિતનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગની જ્વાળાઓ એરલી તો ભયાવહ હતી કે તે દૂર સુધી સ્પષ્ટપણે જોઈ શકાતી હતી. આગ લાગવાની ઘટનાથી આજુબાજુના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. આગ લાગવાના બનાવની જાણ થતાં કડી નગરપાલિકાની ફાયર ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મહા મુસીબત્તે આગ પર કાબૂ મેળવ્યો હતો.

રાજપુર ગામમાં આવેલી DPS સ્કૂલની પાછળના ભાગે ચાલતી શક્તિ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં લાકડું કાપવાના મશીનો અને મોટી માત્રામાં લાકડા રાખવામાં આવ્યા હતા. મોડી રાત્રે કોઈ અગમ્ય કારણોસર લાગેલી આગે અચાનક જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આગ ઝડપથી પ્રસરી હતી, જેના કારણે ત્યાં મુકવામાં આવેલા લાકડા સહિતનો માલ સામાન બળી જવાથી લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાનું જાણવા મળેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આગ લાગવાના આ બનાવમાં સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ના હોવાથી તેમજ આ સમયે ફેક્ટરીમાં કોઈ કામદાર કે મજુરીયા હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. જોકે હજી સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા સાથે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *