કેમોન ૧૬ પ્રીમિયરઃ ટેકનોએ ભારતમાં પ્રથમ ૪૮ એમપી ડ્યુઅલ સેલ્ફી કેમેરા લોંચ કર્યો

ગેઝેટ્સ
ગેઝેટ્સ

નવી દિલ્હી : વૈશ્વિક પ્રીમિયમ સ્માર્ટફોન બ્રાન્ડ ટેક્નોએ વર્ષ ૨૦૨૦માં મજબૂત વૃદ્ધિ હાંસલ કરી છે. હવે ટેક્નો વર્ષ ૨૦૨૧ની ધમાકેદાર શરૂઆત કરવા માટે સજ્જ છે. પોતાના લોકપ્રિય કેમેરા ઉપર કેન્દ્રિત કેમોન સ્માર્ટફોન સીરિઝને આગળ ધપાવતા કંપનીએ ટેક્નો કેમોન ૧૬ પ્રીમિયર સ્માર્ટફોન લોંચ કર્યો છે. આ સ્માર્ટફોન કેમેરાની અભુતપૂર્વ પ્રીમિયમ ક્ષમતાઓની સાથે આ શ્રેણીમાં ગેમચેન્જર બનવા તૈયાર છે. કોઇપણ સેગમેન્ટમાં પ્રથમવાર નવા-નવા ફીચર્સ લોંચ કરવાની પોતાની પ્રતિષ્ઠા ઉપર ખરા ઉતરતાં કેમોન ૧૬ પ્રીમિયર પોતાની કેટેગરીમાં ગ્રાહકોના સ્માર્ટફોન વિડિયોગ્રાફીના અનુભવને સંપૂર્ણપણે બદલવા માટે તૈયાર છે. ગત વર્ષે ટેક્નોએ કેમોન સ્માર્ટફોનને હાયર કેમેરા પિક્સલ, પ્રીમિયમ એઆઇ પાવ્રડ અલ્ટ્રા નાઇટ લેન્સ અને પોપ-અપ કેમેરા યુગની શરૂઆત કરીને ફોટોગ્રાફીની પૂરી ગેમને જ બદલી નાખી હતી. કેમોન ૧૬ પ્રીમિયરે આ શ્રેણીમાં સતત બદલવાની સાથે આગળ વધતા હવે સ્માર્ટફોન સાથે ઉત્તમ અને જબરદસ્ત વિડિયોગ્રાફી ઓફ કરી છે.
ટેક્નો કેમોન ૧૬ પ્રીમિયરને ભારતના સમજદાર અને ટેક્નોલોજીનો શોખ ધરાવતા યુવાનો માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે જેઓ તેમના સ્માર્ટફોન વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી દ્વારા સોશિયલ મીડિયા ઉપર પ્રોફેશ્નલ ક્વોલિટી ધરાવતા પોતાના ફોટો અને વિડિયો શેર કરવા માટે એક પ્રાઇમરી ગેઝેટ છે. ટેક્નો કેમોન ૧૬ પ્રીમિયરમાં પોતાના સેગમેન્ટમાં પ્રથમવાર સ્માર્ટફોનના કેમેરામાં ઘણાં ઇનોવેશન કરવામાં આવ્યાં છે. જેમકે આ પ્રથમ અને એકમાત્ર સ્માર્ટફોન છે, જેમાં ૬૪ એમપીના ક્વાડ કેમેરાની સાથે ૪૮ એમપી ૮ એમપીનો ડ્યુઅલ ફ્રન્ટ સેલ્ફી કેમેરા છે, જેનાથી આ સ્માર્ટફોને ઇન્ડસ્ટ્રીમાં હોટ ટ્રેન્ડનો પાયો નાંખ્યો છે. નવા યુગમાં આ સ્માર્ટફોન સોની આઇએમએક્સ ૬૮૬ આરજીબી સેન્સર અને સુપરનાઇટ ૨.૦ને સપોર્ટ કરે છે, જે વિશ્વની સૌથી એક્સક્લુઝિવ ટ્રેડમાર્ક ્‌છૈંર્ફંજીન (ટેક્નો એઆઇ વિઝન ઓપ્ટિમાઇઝેશન સોલ્યુશન) ટેક્નોલોજીથી સજ્જ છે. વધુમાં આ કેમેરામાં વિડિયો શુટિંગના બેજાેડ ફંક્શન છે, જેમકે સુપરહાઇબ્રિડ ઇમેજ સ્ટેબલાઇઝેશન પણ છે. તેમાં કોઇપણ એંગલથી હલ્યા વિના વિડિયો અને ફોટો આવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.