ડીસાના એરપોર્ટ સર્કલ પાસે બટાટા ભરેલું ટ્રેક્ટર પલટ્યુ : જાનહાનિ ટળી

ડીસાના એરપોર્ટ સર્કલ પાસે બટાટા ભરેલું ટ્રેક્ટર પલટ્યુ : જાનહાનિ ટળી

ગટરનું સ્લેબ તૂટતા સર્જાયો અકસ્માત

બનાસકાંઠાના વેપારી મથક ડીસામાં આજે એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા એરપોર્ટ સર્કલ પાસે બટાટા ભરેલું એક ટ્રેક્ટર અચાનક પલટી મારી ગયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

​મળતી માહિતી મુજબ, બટાટા ભરીને જઈ રહેલું ટ્રેક્ટર જ્યારે એરપોર્ટ સર્કલ પાસેથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે રોડની સાઈડમાં આવેલી ગટરનું સ્લેબ ટ્રેક્ટરના વજનના કારણે અચાનક બેસી ગયું હતું. સ્લેબ દબાતા ટ્રેક્ટરનું સંતુલન બગડ્યું હતું અને તે જોતજોતામાં બાજુમાં પલટી ખાઈ ગયું હતું.

​ટ્રેક્ટર પલટી મારતા બાજુમાં આવેલા એક ગલ્લા પર પડ્યું હતું, જેના કારણે ગલ્લાને નોંધપાત્ર નુકસાન થયું છે. અકસ્માતને પગલે રોડ પર બટાટાની બોરીઓ વેરવિખેર થઈ ગઈ હતી, જેના કારણે થોડા સમય માટે વાહનવ્યવહારને અસર પડી હતી. અકસ્માત સમયે ગલ્લા પાસે કે ટ્રેક્ટરની બાજુમાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ​સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ગટરના નબળા સ્લેબને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *