મહેસાણા જિલ્લાનો બેચરાજી તાલુકો આજકાલ ભારે ચર્ચામાં આવ્યો છે. જેમાં ખાસ કરી એ તાલુકામાં આવતા ગામડાઓ બાબતે રોજ બરોજ કાઈકને કાંઈક સમાચાર સાંપડતા હોય છે. તેવામાં બેચરાજી તાલુકાના કાલરી ગણેશપુરા (કાલરી) ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા ગામના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરયતા ભારે ઓહાપોહ મચી જવા પામ્યો છે. કાલરી ગણેશપુરા ગામના સરપંચની અણઆવડત અને ગેરસમજના કારણોસર ગામ પંચાયતની સભામાં સરપંચ સોનલ ડી. ગઢવી વિરુધ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજુ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.
અવિશ્વાસ દરખાસ્તના કારણોમાં ગ્રામ સભાના સભ્યોએ એકસુર મિલાવી જણાવ્યું હતું કે ગામના વિકાસ કરવામાં સરપંચને કોઈ રૂચી કે રસ નથી તેમજ તે બાબતે ક્યારેય કોઇ પ્રયત્ન પણ કરવામાં આવ્યો નથી. સરપંચની સતત ગેરહાજરી રહેતી હોવાથી ગ્રામ પંચાયત કચેરીમાં અને જાહેર કાર્યક્રમમાં સોનલબેન ગઢવીના પતિ જ સરપંચની જેમ રહી રોફ મારતા જોવા મળી રહ્યા છે. ગામના કામ કરાવવા માટે કોન્ટ્રાકટરને ગ્રામ પંચાયતના સભ્યોને વિશ્વાસમાં લીધા કે ચર્ચા કર્યા વિના કામ કરાવતા હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. પંચાયતના સભ્યો સાથે સરપંચ સોનલબેનના પતિ વારંવાર અસભ્ય અને તોછડું વર્તન કરતા હોવાનું ઓન જાણવા મળેલ છે સાથોસાથ વિના કારણે ખોટા કેસ કરવાની તેમજ ફસાવી દેવાની ધમકીઓ આપતા જોવા મળે છે.
ગામમાં પાણી, સફાઈ, આરોગ્ય વિગેરે પાયાના કામગીરીની સરપંચ દ્વારા સતત અવગણના કરવામાં આવી રહી છે.જેના કારણે સરપંચ જેવી ગામના પ્રથમ નાગરિક તરીકે ગરિમા જેવા પદને સંભાળવામાં સતત નિષ્ફળ રહેલ હોઈ ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા સરપંચ સોનલબેન ગઢવી અને તેમની નિષ્ક્રિય કામગીરીને ધ્યાને લઈને તેમના વિરુદ્ધ સામુહિક રીતે અવિશ્વાસની દરખાસ્ત મુકી છે. જ્યારે આ બાબતે અન્ય રજુઆતો કરવા માટે પંચાયતની બેઠકમાં સક્ષમ અધિકારીઓ સમક્ષ રૂબરૂમાં કરવાનું જણાવતા સમગ્ર મામલાએ જબરું જોર પકડી ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે.

