પાટણ પાલિકાની કારોબારી બેઠકમાં દબાણ મુદ્દે કારોબારી ચેરમેન અને સીઓ વચ્ચે ઘર્ષણ

પાટણ પાલિકાની કારોબારી બેઠકમાં દબાણ મુદ્દે કારોબારી ચેરમેન અને સીઓ વચ્ચે ઘર્ષણ

બેઠકમાં 23 કામોની ચર્ચા  સાથે રૂ.21.74 કરોડનું ખાધવાળું બજેટ મંજૂર કરાયું

પાટણ નગરપાલિકાના સભાખંડમાં બુધવારે મળેલી કારોબારી ની બેઠકમાં સમિતિના ચેરમેન મુકેશ પટેલ અને પાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર વચ્ચે દબાણ મુદ્દે ધર્ષણ સજૉયુ હતું. તો બેઠકમા વિકાસલક્ષી 23 કામોને ચર્ચા સાથે આગામી વર્ષનું રૂ. 21.74 કરોડનું ખાધવાળું બજેટ મંજુર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.પાલિકા ખાતે કારોબારી ચેરમેન મુકેશ પટેલના અધ્યક્ષ પદે મળેલી કારોબારીની બેઠક શરૂઆત પૂર્વે જ શહેરના દબાણો હટાવવા બાબતે ચીફ ઓફિસરની નીતિ સામે કારોબારી ચેરમેન સહિત શાસક પક્ષના સભ્યોએ ભારે હોબાળો મચાવ્યો હતો. આ કારોબારી બેઠક અગાઉ 21 તારીખે નિર્ધારિત હતી, પરંતુ ચીફ ઓફિસરની ગેરહાજરીને કારણે તે મોકૂફ રાખવામાં આવી હતી. બેઠકમાં એજન્ડા પરના 11 કાયદેસરના કામો અને અન્ય 12 વધારાના કામો સહિત કુલ 23 મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

સમિતિએ રૂ. 21.74 કરોડના ખાધવાળા બજેટને બહાલી આપી તેને સામાન્ય સભામાં મંજૂરી માટે મોકલવાનો નિર્ણય કર્યો હતો.આ ઉપરાંત, શહેરના પશ્ચિમ વિસ્તારમાં નવો ટાઉન હોલ બનાવવાની સભ્યોની રજૂઆતને ધ્યાનમાં રાખીને, આ પ્રસ્તાવને પણ આખરી મંજૂરી માટે સામાન્ય સભામાં મોકલી આપવાનો નિર્ણય લેવાયો હતો. દબાણના મુદ્દે શાસક પક્ષના સભ્યોએ ચીફ ઓફિસર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. સભ્યોએ જણાવ્યું હતું કે, દબાણ હટાવવાની કામગીરીમાં ભેદભાવપૂર્ણ નીતિ અપનાવવામાં આવી રહી છે. ગરીબ લોકોના દબાણો તાત્કાલિક દૂર કરાય છે, જ્યારે વગદાર લોકોના દબાણો સામે કોઈ કાર્યવાહી થતી નથી.ખાસ કરીને, મામલતદાર કચેરીની બહાર પાર્કિંગની જગ્યામાં થયેલા દબાણો દ્વારા ગેરકાયદેસર ભાડું વસૂલવામાં આવતું હોવા છતાં તંત્ર મૌન સેવી રહ્યું હોવાનો રોષ વ્યક્ત કરાયો હતો. સભ્યોએ ભેદભાવ વિના મામલતદાર ઓફિસ પાસેના દબાણો દૂર કરી તે જગ્યા પાર્કિંગ માટે ખુલ્લી કરવાની માંગ કરી હતી.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *