વોટ્સએપની નવી પ્રાઇવેટ પોલિસી પર રોક લગાવવા માંગ : દિલ્હી હાઇકોર્ટમાં અરજી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

વોટ્સએપની નવી પ્રાઇવેટ પોલિસીને લઈ ચાલતો વિવાદ હવે કોર્ટ સુધી પહોંચ્યો છે. દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે કે વોટ્સએપની નવી પોલિસી હેઠળ કંપનીને આ અધિકાર છે કે તે કોઇ પણ વ્યક્તિની વર્ચુઅલ કોઇ પણ ગતિવિધિ જોઇ શકે. જેથી માંગ કરવામાં આવી છે કે નવી પ્રાઇવેટ પોલિસી પર રોક લગાવવામાં આવે.અરજીમાં કહેવાયુ છે કે આ રાઇટ ટૂ પ્રાઇવેસીના અધિકારનું ઉલ્લંઘન છે. વકીલ ચૈતન્યા રોહિલ્લા તરફથી અરજી કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યુ છે કે વોટ્સએપ અને ફેસબુક જેવી કંપનીઓ પહેલા જ ગેરકાયદેસર રીતે સામાન્ય લોકોનો ડેટા થર્ડ પાર્ટીને શેર કરી રહી છે.

એવામાં વોટ્સએપની નવી પ્રાઇવેટ પોલિસી સરકારની પરવાનગી વગર બનાવવામાં આવી છે. એ પણ માંગ કરાઈ છે કે, ભારત સરકાર વોટ્સએપનો ઉપયોગ અને લોકોની રાઇટ ટૂ પ્રાઇવેસીને ધ્યાનમાં રાખતા ગાઇડલાઇન્સ જાહેર કરે.બીજી તરફ આકરી ટીકાઓ થવા લાગતા વોટ્સએપે સ્પષ્ટતા કરતા કહ્યુ કે નવી પોલિસીથી સામાન્ય યૂઝર્સની પ્રાઇવેસી પર કોઇ ફરક નહી પડે. જોકે, બિઝનેસ એકાઉન્ટ યૂઝર્સને તેનો વધુ ફરક પડશે. તમારા સેન્સેટિવ ડેટા ફેસબુક સાથે શેર નથી થતા. સાથે જ નવી પોલિસી અપડેટ કોઇ પણ રીતે મિત્ર અથવા પરિવાર સાથે તમારા મેસેજીસની પ્રાઇવેસીને પ્રભાવિત નથી કરતા. કંપની ના તો મેસેજ વાંચી શકે છે અને ના તો તમારા કોલ્સ સાંભળી શકે છે અને ના તો ફેસબુક આ વસ્તુ કરી શકે છે. વોટ્સએપ એન્ડ ટૂ એન્ડ એનક્રિપ્ટેડ છે અને આ આગળ પણ આવુ જ રહેશે. અમે મેસેજ અને કોલિંગના લોગ પણ નથી રાખતા. એટલે કે જેને પણ કોલ અથવા મેસેજ કરો છો તેનો ડેટા નથી રાખતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.