અંબાજી જંગલ વિસ્તારમાં આગ લાગી : અનેક ઝાડ બળીને ખાખ

અંબાજી જંગલ વિસ્તારમાં આગ લાગી : અનેક ઝાડ બળીને ખાખ

સ્થાનિક લોકોએ આગ કાબુમાં લીધી પણ વન વિભાગ ગાયબ

હાલના તબક્કે ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે તે પૂર્વેજ અંબાજી પંથકના જંગલ વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની છે. અંબાજીના ગબ્બર તરફ જતા ગબ્બર સર્કલ ઉપર હનુમાન ટેકરી પાછળના ભાગના વિસ્તારના જંગલમાં એકાએક આગ ભડકી ઉઠી હતી. જોકે આગ લાગતા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. જે જોઈને આસપાસના લોકો પણ ઝાડી ઝાંખરા લઈને આ જંગલમાં લાગેલી આગને બુજાવવાના પ્રયાસ કર્યા હતા. આગના પગલે મંદિર ટ્રસ્ટનું ફાયર ફાઈટર પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું પણ પાણીની પાઇપ  ટૂંકી પડી જતા તે પણ ક્યાંકને ક્યાંક નિષ્ફળ રહ્યું હતું છતાં આગ બુજાવવાના પ્રયાસો કર્યા હતા. અંબાજીના જંગલ વિસ્તારમાં લાગેલી આગ જોતા કોઈ મોટા ઝાડ ન હોવાથી કોઈ મોટી નુકસાની નથી પણ નાના અનેક ઝાડ બળીને ખાખ થવા પામ્યા હતા.

આ આગ કયા કારણોસર લાગી છે તેનું હજી સુધી કોઈ પણ જાતનું કારણ જાણવા મળેલ નથી. તેમજ કોઈ મોટી જાનહાનિના પણ કોઈ સમાચાર જાણવા મળેલ નથી. પણ જ્યાં આગ લાગી હતી ત્યાં સ્થાનિક લોકોએ આગ બુજાવવાના પ્રયાસ હાથ ધર્યા હતા અને આગ કાબુમાં લીધી હતી. પરંતુ વન વિભાગના કોઈ કર્મચારી જોવા મળ્યા ન હતા. ઉનાળાની શરૂઆતમાં જંગલમાં આગ લાગી છે. ત્યારે આગામી સમયમાં વધુ આવી નાની મોટી આગ લાગવાની ઘટનાઓ બની શકે તેમ છે. ત્યારે વન વિભાગે જંગલમાં લાગતી આગને લઈ સતર્ક રહેવાની જરૂર છે અને બને ત્યાં સુધી જંગલના ઊંડાણ સુધી પાણી પહોંચે તેવી પણ વ્યવસ્થા કરવાની તાતી જરૂરિયાત જણાઈ રહી છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *