પકડાયેલ આરોપી MSC.IT જેવી ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે
સુરત કતારગામ વિસ્તારમાંથી થોડા સમય પહેલા એક મોટા સાયબર ક્રાઇમ રેકેટનો પર્દાફાશ થયો હતો.આ ગુન્હામાં સંડોવાયેલો અને પોલીસને થાપ આપી નાસતો ફરતો આરોપી કરણ ઉર્ફે દ્વારકેશ પીરાભાઇ દેસાઇ આખરે પાટણના વાગડોદ ગામેથી ઝડપાઇ ગયો છે. સાયબર ક્રાઇમ સેલની તપાસમાં બહાર આવ્યું છે કે, પકડાયેલ આરોપી MSC.IT જેવી ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે. પોતાની આ ટેક્નિકલ જાણકારીનો ઉપયોગ તેણે ગેરકાયદેસર ઓનલાઇન બેટિંગ સાઇટ્સના કરોડો રૂપિયાના ફંડ ટ્રાન્સફર કરવા માટે કર્યો હતો. આ રેકેટમાં અત્યાર સુધીમાં કરોડોની છેતરપિંડી અને 800 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા છે.
સાયબર ક્રાઇમ સેલ દ્વારા કતારગામ માં કરવામાં આવેલી સર્ચ ઓપરેશન દરમિયાન લેપટોપ, મોબાઇલ અને અનેક બેંક ચેકબુક મળી આવી હતી. તપાસમાં ખુલ્યું હતું કે આ ટોળકી દ્વારા સંચાલિત 149 જેટલા જુદા-જુદા બેંક એકાઉન્ટમાં કુલ 8,00,66,51,326.33 (આશરે 800 કરોડ) જેટલી માતબર રકમના ટ્રાન્ઝેક્શન્સ કરવામાં આવ્યા હતા.આ એકાઉન્ટ અંગે NCRP પોર્ટલ પર દેશભરમાંથી કુલ 402 જેટલી ફરિયાદો નોંધાયેલી હતી, જે દર્શાવે છે કે આ નેટવર્ક કેટલું વિશાળ અને ફેલાયેલું હતું.
MSC.IT પાસ બેરોજગાર યુવાન બન્યો સાયબર માફિયા આ કેસમાં સૌથી આઘાતજનક બાબત આરોપીની શૈક્ષણિક લાયકાત છે.પાટણના વાગડોદનો રહેવાસી 33 વર્ષીય પાટણના વાગડોદનો રહેવાસી 33 વર્ષીય કરણ દેસાઇ MSC.IT થયેલો છે. ઉચ્ચ અભ્યાસ હોવા છતાં તે બેરોજગાર હતો અને શોર્ટકટથી પૈસા કમાવવાની લાલચમાં તે આંતરરાષ્ટ્રીય સાયબર ગેંગ સાથે જોડાઈ ગયો હતો.તેણે પોતાની ટેક્નિ
કલ આવડતનો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિઓ માટે પ્લેટફોર્મ પૂરું પાડવા અને ફંડ મેનેજમેન્ટમાં કર્યો હતો.પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ રેકેટના તાર વિદેશો સાથે જોડાયેલા છે. અગાઉ પકડાયેલ આરોપી જતીન ઉર્ફે જોન રેપર ઠક્કર બેંગકોક અને વિયેતનામ માં રહીને BIG IDEA, OPS,DAFA અને PARIMATCH જેવી 50 થી વધુ ઓનલાઇન બેટિંગ સાઇટ્સનું સંચાલન કરતો હતો.આ સાઇટ્સ પરથી આવતા પૈસાને ઠેકાણે પાડવા માટે તેણે ખાસ પ્લેટફોર્મ તૈયાર કર્યું હતું.

