ડીસા-થરાદ હાઇવે પર રામપુરા પાસે ગમખ્વાર અકસ્માત : એકનું મોત

ડીસા-થરાદ હાઇવે પર રામપુરા પાસે ગમખ્વાર અકસ્માત : એકનું મોત

કારની ટક્કરે બાઇક ચાલકનો ભોગ લીધો; સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

બનાસકાંઠા જિલ્લાના હાઇવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. ગતરોજ ડીસા-થરાદ હાઇવે પર આવેલા રામપુરા ગામ નજીક એક પેટ્રોલ પંપ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક કાર ચાલકે બાઇક સવારને જોરદાર ટક્કર મારતા, ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકનું સારવાર મળે તે પૂર્વે જ કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

​મળતી માહિતી મુજબ, રામપુરા ગામ પાસે આવેલા પેટ્રોલ પંપ નજીકથી જ્યારે બાઇક સવાર પસાર થઈ રહ્યો હતો, ત્યારે પૂરપાટ ઝડપે આવતી એક કારના ચાલકે બાઇકને પોતાની અડફેટે લીધું હતું. ટક્કર એટલી ભયાનક હતી કે બાઇક સવાર ફંગોળાઈને રોડ પર પટકાયો હતો અને તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ કમનસીબે સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડ્યો હતો.

​અકસ્માતની જાણ થતા જ ડીસા તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે પેટ્રોલ પંપ અને આસપાસના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે, જેમાં સમગ્ર અકસ્માતની લાઈવ ઘટના કેદ થઈ છે. આ ફૂટેજના આધારે પોલીસ કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી રહી છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *