મહેશ્વરી યુવક મંડળ દ્વારા આજ રોજ એ.આઈ. (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) ટેકનોલોજી વિષય પર માહિતીસભર અને પ્રેરણાદાયક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં યુવાઓ, બહેનો તેમજ સમાજના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
સેમિનારમાં એ.આઈ. ટેકનોલોજીનો આજના સમયમાં ઉપયોગ, શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે તેની અસર તેમજ ભવિષ્યમાં તેની વધતી જતી ભૂમિકા અંગે વિસ્તૃત માર્ગદર્શન સૌમિલ ચંદિરા દ્વારા આપવામાં આવ્યું હતું. તેમણે સરળ અને સમજાય તેવી ભાષામાં ટેકનોલોજીના પ્રાયોગિક ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમનું સંચાલન સુનીલભાઈ મહેશ્વરી દ્વારા કરવામાં આવ્યું હતું. સુનીલભાઈ મહેશ્વરી તથા કમિટી અને કારોબારી સભ્યોના સહકાર અને મહેનતથી સમગ્ર કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ થયો. ઉપસ્થિત સભ્યો દ્વારા આવા જ જ્ઞાનવર્ધક કાર્યક્રમો ભવિષ્યમાં પણ યોજવાની માંગ વ્યક્ત કરવામાં આવી હતી.

