આવતીકાલથી અમદાવાદ ખાતે NSDનો 25મો ભારત રંગ મહોત્સવ ઉપાસના ઓડિટોરિયમમાં શરૂ થશે


(જી.એન.એસ) તા. ૧૩

અમદાવાદ,

નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દ્વારા આયોજિત વિશ્વના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય નાટ્ય મહોત્સવ ‘25મા ભારત રંગ મહોત્સવ’ અમદાવાદ ખાતે 14 ફેબ્રુઆરી, 2026થી પ્રારંભ થશે. ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી યોજાનારો આ મહોત્સવ 16 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ ત્રણ દિવસીય નાટ્ય ઉત્સવ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા ઉપાસના ઓડિટોરિયમ ખાતે યોજાશે. જેનો પ્રવેશ નિઃશુલ્ક પ્રવેશે રહેશે.

આ ત્રણ દિવસીય નાટ્ય ઉત્સવ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા ઉપાસના ઓડિટોરિયમ ખાતે યોજાશે. આ વર્ષના મહોત્સવની થીમ ‘સંવાદ સંસ્કૃતિયોં કા ‘ રાખવામાં આવી છે, જે વિવિધ અવાજો અને કલાત્મક નવીનતાઓને એક મંચ પર લાવશે. ખાસ વાત એ છે કે આ વર્ષનું પ્રકરણ ગુજરાતી રંગભૂમિમાં અમૂલ્ય યોગદાન આપનાર શ્રી રાજુ બારોટને સમર્પિત કરવામાં આવ્યું છે.

ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડિરેક્ટર ડૉ. વિરાજ ભટ્ટ અને ફેસ્ટિવલ કોઓર્ડિનેટર ડૉ. ચવ્હાણ પ્રમોદના જણાવ્યા અનુસાર મહોત્સવની શરૂઆત મહાદેવ સિંહ લખાવત દ્વારા લિખિત અને નિર્દેશિત મ્યુઝિકલ ટેલ ‘ડેઝર્ટ બ્લૂમ’ (Desert Bloom)થી થશે. ત્યારબાદ ટન્સર ક્યુસેનોલુ લિખિત અને ગાંધર્વ દિવાન દિગ્દર્શિત હિન્દી નાટક ‘અવલાંચે’ રજૂ કરવામાં આવશે. મહોત્સવના છેલ્લા દિવસે ભવભૂતિના મહાકાવ્ય ઉત્તરારામચરિત પર આધારિત અને ડૉ. ચવ્હાણ પ્રમોદ દ્વારા દિગ્દર્શિત ગુજરાતી નાટક ‘સીતા નો વેશ’ ભજવાશે.

નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના નિર્દેશક ચિત્તરંજન ત્રિપાઠીએ અમદાવાદના કલાપ્રેમીઓને સંદેશ આપતા કહ્યું હતું કે, અમદાવાદ હંમેશા એક એવું શહેર રહ્યું છે જ્યાં કલા મુક્તપણે શ્વાસ લે છે. હું આશા રાખું છું કે પ્રેક્ષકો આ પ્રોડક્શન્સને એ જ ઉષ્મા અને જિજ્ઞાસા સાથે સ્વીકારશે જે અમદાવાદની કલાત્મક ઓળખ છે.

ઉલ્લેખનીય છે કે, 25મો ભારત રંગ મહોત્સવ 27 જાન્યુઆરીથી 20 ફેબ્રુઆરી, 2026 સુધી ચાલી રહ્યો છે. જેમાં 9 દેશો અને ભારતના દરેક રાજ્યના નાટ્ય જૂથો ભાગ લઈ રહ્યા છે. આ દરમિયાન 228 ભાષાઓમાં 277 થી વધુ નાટકો ભજવાશે. NSD એ થિયેટરને લોકો સુધી પહોંચાડવા માટે તાજેતરમાં ‘રંગ આકાશ’ ઈન્ટરનેટ રેડિયો અને ‘નાટ્યમ’ OTT પ્લેટફોર્મ પણ શરૂ કર્યા છે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *