ભારત-યુ.એસ. ટ્રેડ ડીલ અંગે માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રતિક્રિયા આપી

ભારત-યુ.એસ. ટ્રેડ ડીલ અંગે માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રતિક્રિયા આપી


(જી.એન.એસ) તા. ૪

ગાંધીનગર,

અમેરિકા અને ભારત વચ્ચે થયેલ ઐતિહાસિક ટ્રેડ ડીલ અંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે,

* યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ એ વિશ્વને નવા ભારતની શક્તિનો પરિચય છે.

* આ ડીલ માત્ર ઉદ્યોગ પૂરતી સીમિત નથી.

* પરંતુ બે મોટી અર્થવ્યવસ્થાના નાગરિકોના હિતમાં અને નવી તકોના સર્જન માટેની ડીલ છે.

* જ્યારે વિશ્વની બે સૌથી મોટી લોકશાહી સાથે મળીને આગળ વધે, ત્યારે સાચા અર્થમાં વિશ્વ કલ્યાણની ભાવના ચરિતાર્થ થાય છે.

* એ દિશામાં આ ટ્રેડ ડીલ ભારત-અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિમાં નવા અધ્યાયની શરૂઆત પણ છે.

* આ ડીલના પરિણામે મેઈક ઇન ઇન્ડિયા, મેઈડ ફોર ધ વર્લ્ડના વડાપ્રધાનશ્રીએ આપેલા વિઝનને વધુ બળ મળશે.

* મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર યુએસ ટેરિફ 18 ટકા થવાથી ઉત્પાદન, MSME, નિકાસકારો અને રોજગાર સર્જન માટે નોંધપાત્ર પ્રોત્સાહન છે.

* ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટઅપ્સ માટે વિશ્વના વ્યાપક બજારો માટે નવા દ્વાર ખુલશે.

* ગુજરાત મેન્યુફેક્ચરીંગ હબ સાથે ટેક્સટાઇલ, ફાર્મા, કેમિકલ,પેટ્રોલિયમ, જેમ્સ એન્ડ જ્વેલરી જેવા ક્ષેત્રોમાં લીડર છે.

* ભારત અને અમેરિકા વચ્ચે થયેલા આ ઐતિહાસિક કરારથી આ સેક્ટર્સના ઉત્પાદનોના એક્સપોર્ટને પ્રોત્સાહન મળશે.

* એટલું  જ નહિ, ગુજરાતના મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સ અને MSME સહિતના વેપાર-ઉદ્યોગને સીધો લાભ થશે.

* આ કરારથી ભારતની ગ્લોબલ ઇકોનોમિક પ્રેઝન્સ વધશે.

* વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નિર્ણાયક નેતૃત્વ અને સિટિઝન સેન્ટ્રિક ડિપ્લોમસીથી, ભારત-યુએસ સંબંધોથી વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિને પણ વેગ મળશે.

* હું ગુજરાતના સૌ નાગરિકો વતી આ ઐતિહાસિક દ્વિપક્ષીય વ્યાપાર કરાર બદલ વડાપ્રધાનશ્રીને અભિનંદન પાઠવું છું.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *