ડીસાના વિઠોદર ગામેથી ચોરીના મોટર સાયકલ સાથે એક શખ્સ ઝડપાયો

ડીસાના વિઠોદર ગામેથી ચોરીના મોટર સાયકલ સાથે એક શખ્સ ઝડપાયો

એલસીબી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી

જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણઉકેલાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ અધિક્ષક  પ્રશાંત સુંબેની સૂચના અને એલસીબી પી.આઈ. એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમો સતત કાર્યરત છે. તે અંતર્ગત ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના વિઠોદર ગામ પાસેથી પાલનપુર એલસીબીએ ચોરીના બાઈક સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે.​

એલસીબી પોલીસ સ્ટાફના માણસો જ્યારે ડીસા રૂરલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, ત્યારે વિઠોદર ગામ પાસે હાઇવે પર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક શખ્સ મોટર સાયકલ પર પસાર થઈ રહ્યો હતો, જેના બાઈક પર આગળ-પાછળ નંબર પ્લેટને બદલે ‘રામાધણી’ લખેલું હતું. શંકા જતાં પોલીસે તેને અટકાવી કાગળોની માંગણી કરી હતી, પરંતુ ચાલક કોઈ પણ પુરાવા રજૂ કરી શક્યો નહોતો.

​​પોલીસે જ્યારે યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરી અને બાઈકના એન્જિન તથા ચેસિસ નંબર દ્વારા તપાસ કરી, ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી.જેનો ​ નંબર UP-81-CS-6114 હતો અને આ મોટર સાયકલ અમદાવાદના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયું હોવાનું બહાર આવ્યું હતું. ​પોલીસે રૂ.50,000/- ની કિંમતનું મોટર સાયકલ જપ્ત કરી ​જીવણભાઈ રમેશભાઈ ઈટાલીયા (ઠાકોર), રહે. છીંડીવાડી, તા. ધાનેરા અને બાઇક વેચનાર ફરાર​ ભરતભાઈ ચૌધરી (રહે. પેછડાલ, તા. ડીસા) વિરૂદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની  કલમ-35 (1) ઇ મુજબ અટકાયત કરી ડીસા રૂરલ પોલીસ મથકે બન્ને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *