પાલનપુરમાં યુ.જી.સી. ના નવા નિયમોને રદ કરવાની માંગ સાથે સુવર્ણ સમાજના લોકોએ ભેગા મળીને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના નવા નિયમો સામે દેશભરમાં અલગ અલગ રાજ્યોમાં વિરોધનો વંટોળ ઊભો થતા ગત ગુરુવારે સુપ્રીમ કોર્ટ દ્વારા યુ.જી.સી. ના નવા નિયમો ઉપર રોક લગાવી હતી. આ નિયમોમાં ઓબીસી, એસ.સી., એસ.ટી, વિધાર્થીઓના ઉત્પીડન સામે કાર્યવાહી કરવાની વાત કહેવામાં આવી હતી પરંતુ સામાન્ય વર્ગના વિધાર્થીઓ માટે આ પ્રકારનું કોઈપણ આશ્વાસન ના આપતા તેના વિરુદ્ધમાં એક અરજી દાખલ કરવામાં આવતા સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી યુજીસીના નિયમો અસ્પષ્ટ હોઈ તેના દુરુપયોગનો ખતરો હોઇ કોર્ટ દ્વારા નવા નિયમો સ્થગિત કરી ફરીથી ડ્રાફ્ટ તૈયાર કરવાનું જણાવ્યું હતું.
જે મામલે આગામી સુનાવણી 19 માર્ચે હાથ ધરવામાં આવશે. જોકે સુવર્ણ સમાજ દ્વારા આ નવા નિયમોને લઈને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી કે આ કાળા કાયદાથી સુવર્ણ સમાજને અન્યાય થાય તેમ છે.આ કાયદાનો દૂર ઉપયોગ થવાની શક્યતા રહેલી છે બંધારણના આર્ટિકલ 14 નો ભંગ થઈ શકે તેમ છે. યુજીસીની કમિટીમાં કોઈ સામાન્ય વર્ગના વ્યક્તિનો સમાવેશ કરવામાં આવ્યો નથી પરંતુ તે સિવાય બીજા વર્ગના લોકોનો સમાવિષ્ટ કરાયો છે. આ કાયદાથી સુવર્ણ સમાજને કોઈ અન્યાય ના થાય તે હેતુથી આ આવેદન આપી કાયદો રદ કરવાની માંગ કરી હતી.

