મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓ માટે મહત્વપૂર્ણ સંવેદના સ્પર્શી નિર્ણય


ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની વિવિધ આવાસ યોજનાઓમાં દંડનીય વ્યાજ માફી

ગાંધીનગર,

➢ ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજનામાં દંડનીય વ્યાજ માફી માટે one time રાહત યોજના
➢ 6 મહિનાની સમય મર્યાદામાં આવાસના હપ્તાની મૂદ્દલ સંપૂર્ણ ભરપાઈ કરે તેમની દંડનીય વ્યાજની રકમ માફ કરાશે.
➢ 9 હજારથી વધુ ગ્રામ્ય વિસ્તારના કુટુંબોને કુલ રૂા.154 કરોડની દંડનીય વ્યાજ રાહત મળશે.
➢ મૂદ્દલ સંપૂર્ણ ભરી દેનારા લાભાર્થીઓને માલિકી હક્ક મળતા પોતે મકાન માલિક બનશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજનાના લાભાર્થીઓના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ સંવેદનાસ્પર્શી નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય અનુસાર રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજનાના જે લાભાર્થીઓ મુદ્દલ સંપૂર્ણ ભરવા સંમત છે પરંતુ માસિક બે ટકા દંડનીય વ્યાજ ભરી શકે તેમ નથી તેમને રાહત મળશે.

મુખ્યમંત્રીશ્રી સમક્ષ આવા લાભાર્થીઓએ કરેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતા તેમણે એવા સ્પષ્ટ દિશા નિર્દેશો આપ્યા છે કે આ આવાસ યોજનાના જે લાભાર્થીઓ 6 મહિનામાં તેમની બાકી રહેલી મૂદ્દલની સંપૂર્ણ રકમ ભરપાઈ કરે તેમને one time વ્યાજ માફીની યોજના અન્વયે 2%ના દંડનીય વ્યાજ વસૂલાતમાંથી મુક્તિ અપાશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયથી અંદાજે 9029 જેટલા ગ્રામીણ કુટુંબોને લાભ થશે અને તેઓને કુલ 154 કરોડ જેટલી દંડનીય માતબર રકમની રાહત મળશે.

એટલું જ નહીં, ગ્રામ્ય વિસ્તારના આ કુટુંબોને તેમના નામે મકાન માલિકીના હક્ક મળતા તેઓ સાચા અર્થમાં પોતીકા મકાન ધારક થઈ જશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દરેક જરૂરતમંદ નાગરિકને માથે પોતીકી આવાસ છત માટેનો કરેલો સંકલ્પ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના આ જનહિત લક્ષી નિર્ણયથી રાજ્યના ગ્રામ્ય વિસ્તારના કુટુંબીજનો સાકાર કરી શકશે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *