કાંકરેજ તાલુકાના આંબલુણ ગામના સરકારી જમીનમાં દબાણ દૂર કરાયા

કાંકરેજ તાલુકાના આંબલુણ ગામના સરકારી જમીનમાં દબાણ દૂર કરાયા

સર્વે નં 226 ની DLR દ્વારા માપણી કરાવી હદ નક્કી કરી દબાણદારોને નોટિસો આપી 15 જેટલા દબાણદારોના સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા. કાંકરેજ તાલુકાના આંબલુણ ગામના નાગરિક દ્વારા આબલુણ ગામની સરકારી જમીનો પર લોકોએ દબાણ કરેલ હોઈ કાંકરેજ મામલતદાર કચેરી કલેકટર કચેરી તેમજ ઉચ્ચકક્ષાએ વારંવાર રજૂઆતો કરેલ જેના અનુસંધાને તંત્ર દ્વારા સર્વે નં 226 માં થયેલ દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ અને કુલ 15 વ્યક્તિ ઓ એ સરકારી પડતરમા દબાણો કરેલ હતા. તેઓના દબાણો દૂર કરાવવામા આવેલ ત્યારે આબલુણ ગામની જે સર્વે નં 226 સરકારી પડતરમા જે જે દબાણો કરવામાં આવેલ છે તેની DLR દ્વારા માપણી કરવામાં આવેલ અને તમામ તે દબાણ દારોને 61 હેઠળ કાર્યવાહી કરી જે દબાણ દરો હતા. તેઓને તંત્ર દ્વારા સ્વેચ્છાએ પોતાના દબાણો દૂર કરવાની તંત્ર દ્વારા નોટિસો આપવામાં આવેલ હતી. પરંતુ દબાણદરોએ દબાણો દૂર કરેલ ન હતા જેથી શિહોરી કાંકરેજ મામલતદાર કચેરી દ્વારા સર્વે નં 226 સરકારી પડતર ના દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી હતી. અને દબાણો દૂર કરવામાં આવ્યા હતા

જાણવા મળતી માહિતી મુજબ કાંકરેજ તાલુકાના આંબલુંન ગામના હરગોવનભાઈ મફાભાઇ એ તારીખ 25.2.2022 ના રોજ આંબલુંન ગામના રેવન્યુ સર્વે નંબર 226 પર ગામ લોકો એ દબાણ કરેલ જેની અરજી કરેલ હતી. જે અનુસંધાને જે દબાણો તંત્ર દ્વારા મંગળવારે 20.1.2026 ના રોજ દૂર કરવા માટે ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં શિહોરી સર્કલ તેમજ રેવન્યુ તલાટી પોલીસ કર્મચારીઓની હાજરીમાં લોડર મશીન દ્વારા દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

કાંકરેજ  ઇન્ચાર્જ મામલતદાર વિજયભાઈ ચૌધરીએ જણાવ્યું કે આબલુણ ગામના અરજદારે 2022 માં દબાણ દૂર કરવાની અરજી કરેલ હતી. જે અરજી અનુસંધાને ડીએલઆર દ્વારા સર્વે 226 ની માપણી કરાવી હદ નક્કી કરી જે દબાણદારો હતા તેઓને કલમ 61 મુજબ દબાણ ખાલી કરવાની નોટિસો પાઠવેલ. પરંતુ દબાણદરો એ દબાણો દૂર ના કરતા તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ કરી દબાણો દૂર કરેલ છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *