ટ્રાફિક પોલીસને શહેરનું ટ્રાફિક હળવું કરવા કરતાં હાઇવે ટ્રાફિકમાં વધુ રસ કેમ ?
15 હજારની જન સંખ્યા ધરાવતા તાલુકા મથક વાવ શહેરમાં વાવના જુના બસ સ્ટેન્ડથી માડી નવીન બસ સ્ટેન્ડ સુધી વધુ પડતા ટ્રાફિકને લઈ ચકાજામ જેવી પરિસ્થિતિ સર્જાઈ જાય છે. સ્કૂલના બાળકો તેમજ વૃદ્ધ અને મહિલાઓ પસાર થવું મુશ્કેલ બની જાય છે. જોકે વાવ પોલીસ મથક ખાતે ટ્રાફિક પોલીસ ના જમાદાર અને પો.કો સહિત અન્ય હોમગાર્ડ અને જી.આર.ડી.ના જવાનો પણ ફરજ બજાવે છે. પરંતુ તેઓ વહેલી સવારથી માડી મોડી સાંજ સુધી માત્ર પોલીસ મથક પાસે બેસી હાઇવે પરથી પસાર થતા વાહનોની જ તપાસ કરે છે.
વાવના જુના બસ સ્ટેન્ડ અને નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં ટ્રાફિક પોઇન્ટ કાર્યરત કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. જોકે નવીન આવેલા મહિલા પી.આઇ એ થોડા સમય માટે ટ્રાફિક દૂર કરવા વાવ બસ સ્ટેન્ડ વિસ્તારમાં પોલીસ સ્ટાફ સાથે ઝુંબેશ ઉઠાવી વટ પાડ્યો હતો. હવે પાછી ટ્રાફિકની પરિસ્થિતિ હતી. એની એજ યથાવત થઈ ગઈ છે જાહેર માર્ગ ઉપર બાઇકો અને સાધનો રસ્તા પર મૂકતા વાવ શહેરમાં ટ્રાફિકની સમસ્યા શિર દર્દ સમાન બની ચુકી છે. જેને લઈ વેપારી મિત્રો માં રોષ ભભૂકી ઉઠ્યો છે

