સત્ય પ્રેમ, કરુણા સનાતન ધર્મ છે: મોરારિબાપુ
જૈન આચાર્ય આદ.શ્રી લોકેશજીએ સૌથી પહેલી રામકથાનું આયોજન કર્યું
દિલ્હી, (તખુભાઈ સાંડસુર દ્વારા)

વિશ્વ શાંતિના મિશન માટે જૈન આચાર્ય લોકેશજીએ જૈન પંરપરાને સાથે રાખીને એક અદભુત રામકથાનુ આયોજન દિલ્હી પ્રગતિ મેદાનમાં આવેલ ભારત મંડપમમાં તા 17 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી દરમિયાન કર્યું છે.જેનુ ઉદ્ધાટન આજે શનિવારે ઉપરાષ્ટ્રપતિ, મહામહિમ્ન શ્રી સી.પી રાધાકૃષ્ણનજીના કરકમળોથી થયું.
ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે જૈન સંત દ્વારા રામ કથાનું આયોજન કરવું એ એક ઐતિહાસિક પહેલ છે. તેઓએ વ્યાસ ગાદી પર પૂજ્ય બાપુનું સન્માન કર્યું અને આચાર્યજીની પહેલનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું.બાપુના જીવનની સરાહના કરતાં તેઓએ ઉમેર્યું કે મારી ઉંમર 68 વર્ષ છે અને બાપુ 68 વર્ષ થી રામગાન કરે છે.
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે જૈન આચાર્ય લોકેશમુનિજી દ્વારા આયોજિત સનાતન મહાકુંભ ભારતના આધ્યાત્મિક પાયાને મજબૂત બનાવવાનો એક નોંધપાત્ર પ્રયાસ છે.પુ મોરારિબાપુની શ્રી રામ કથા શ્રેણીમાં આ 971મી કથા છે. આ કથા દ્વારા ભારતની રાજધાની દિલ્હીથી વિશ્વ શાંતિ અને સદ્ભાવનાનો સંદેશ વિશ્વભરમાં ફેલાવવામાં આવી રહ્યો છે.તે દરેક ભારતીય માટે ગર્વની વાત છે.
વ્યાસપીઠ પરથી પુ.શ્રી મોરારિબાપુએ જણાવ્યું હતું કે દિલ્હીમાં આયોજિત આ નવ દિવસીય રામ કથાનું આયોજન ભગવાન મહાવીર અને આપણા મહાવીર હનુમાનજી શાંતિ, સદ્ભાવના, અહિંસા અને કરુણાનો સંદેશ વિશ્વભરમાં ફેલાવવા અને લોકોને વિશ્વ શાંતિનો માર્ગ પ્રશસ્ત કરે.સત્ય,પ્રેમ કરુણા અને અહિંસા સનાતન ધર્મ છે.આ કથા કોઈ નિંદા માટે નથી અને તે સનાતન ધર્મ પણ નિષેધ કરે છે.
મુનિ લોકેશજી કહે છે કે અમે ઈચ્છીએ છીએ કે શક્ય તેટલા વધુ ભક્તો આ સનાતન મહાકુંભમાં ભાગ લે અને આચાર્ય લોકેશજીના વિશ્વ શાંતિ મિશનને સફળતા તરફ દોરી જાય.વૈદીકનો અર્થ થાય છે વૈશ્ર્વિક દિશા આપવી.વિશ્ર્વમાથી ધિક્કાર મિટાવવાનુ કાર્ય કરે તે સનાતન ધર્મ.રામચરિત માનસની પ્રસ્થાનત્રયી સત્ય, પ્રેમ, કરુણા છે.આજના પ્રથમ દિવસે માતૃ,પિતૃ,શિવ, પાર્વતીની વંદના આવે છે પણ પહેલી વંદના ગણેશજી છે.આ રીતે વંદના પ્રકરણથી કથાને વિરામ અપાયો.
વિશ્વ શાંતિ રાજદૂત આચાર્ય લોકેશજીએ જણાવ્યું હતું કે પુ મોરારિ બાપુએ સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગોમાં રામ કથાની પરંપરા શરૂ કરી હતી અને વિદેશમાં, સંયુક્ત રાષ્ટ્રમાં પણ રામ કથા દ્વારા સદ્ભાવના, કરુણા અને માનવતાનો સંદેશ ફેલાવ્યો હતો. શ્રી બાપુ વિશ્વ શાંતિ કેન્દ્ર માટે નવ દિવસની રામ કથાનું સંચાલન કરી રહ્યા તેથી આ નિઃશંકપણે વિશ્વ શાંતિ માટેના પ્રયાસોમાં નવા પરિમાણો ઉમેરશે.
આજની કથામાં જ્ઞાનેશ્વરજી મહારાજ,કાશી પીઠાશ્ર્વરજી મહારાજ તથા મુનિજી મહારાજ ઋષિકેશ વગેરે ઉપસ્થિત હતાં.આયોજકોએ ભક્તો માટે બધી વ્યવસ્થા સુઆયોજિત રીતે કરી હતી.

