વિસનગરમાં સરકારી અનાજની ગેરકાયદે હેરાફેરી મામલે ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગત વર્ષે સરકારી અનાજ સગેવગે કરનાર બિપીન પટેલ સહિત 3 સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ગત વર્ષે પકડેલ આ જથ્થાના બનાવવામાં વિસનગર શહેર પોલીસે બે ફરિયાદ દાખલ કરી હતી.જેમાં વિસનગર શહેરમાં ગત વર્ષે પકડાયેલા શંકાસ્પદ ઘઉં અને ચોખાના નમૂનાનો રિપોર્ટ સરકારી અનાજ હોવાનું સાબિત થતા, આખરે મામલતદાર દ્વારા ત્રણ શખ્સો પર ફરિયાદ કરવામાં આવી છે. જે બાબતે અગાઉ વિરુદ્ધ બે ફરિયાદો દાખલ કરવામાં આવી હતી.
ગત વર્ષે તા: 21 ડિસેમ્બર 2024ના રોજ નાયબ મામલતદાર વાય.એમ.શર્મા દ્વારા વિસનગરના મહેસાણા રોડ પર આવેલી ‘ફુલેશ્વરી કિરાણા સ્ટોર’ અને અન્ય દુકાનોમાં તપાસ હાથ ધરાવામાં આવી હતી. જેમાં ઘઉં અને ચોખાના જથ્થાને સગેવગે કરતા અને સરકારી અનાજના જથ્થાની હેરાફેરી કરતાં શખ્સો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી અને જેમના ત્યાંથી ઘઉં ચોખા સહિતના સરકારી અનાજના જથ્થાના તપાસ માટે લેવામાં આવ્યા હતાં જે અનાજના નમૂના ગાંધીનગર લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતાં. નમૂનાઓમાં ‘ફોર્ટીફાઈડ રાઈસ’ (FRK)ની હાજરી મળી આવતા તે અનાજ સરકારી હોવાની પુષ્ટિ થઈ હતી. કલેક્ટરના આદેશ બાદ, મામલતદાર દિનેશકુમાર પટેલે આરોપીઓ વિરુદ્ધ BNSની કલમ 316(2) અને આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

