બાળકોનાં મોત મામલે CMનાં તપાસના આદેશ, શક્તિસિંહે કહ્યું- હું જ ચોર, હું જ તપાસનાર, પરિણામ ક્યાંથી આવે

ગુજરાત
ગુજરાત

રાજકોટમાં બાળકોનાં મોત મામલે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ગુજરાતનો આ મુદ્દો હવે ગુજરાત સહિત દેશ અને દુનિયામાં ચર્ચાવા લાગ્યો છે. અને આ મુદ્દાને લઈ અડધી પિચ પર રમતી રૂપાણી સરકાર બેકફૂટ પર આવી ગઈ છે. તો સામે પક્ષે કોંગ્રેસ આ મુદ્દાને લઈ ફ્રન્ટફૂટ પર આવી રમી રહી છે. ત્યારે આ મુદ્દાને લઈ સીએમ રૂપાણીએ પહેલાં સવાલોથી મોઢું ફેરવ્યા બાદ તપાસના આદેશ આપી દીધા છે. તો કોંગ્રેસનાં નેતા શક્તિસિંહ આ જ મુદ્દાને લઈ સીએમ રૂપાણી પર નિશાન સાધ્યું છે.
 
તો મામલે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે સરકાર પર પ્રહાર કર્યા હતા. ગોહિલે કહ્યું કે, રાજકોટમાં ૧૩૪ બાળકોના મોત થયા, અમદાવાદમાં ૨૫૩ બાળકોનાં મોત થયા છે. ગુજરાતના CM રાજકોટ મામલે જવાબ આપવાનું ટાળે છે. રાજસ્થાનના મુખ્યમંત્રી કામ કરી રહ્યા છે. કોટામાં CM અને નેતાઓ જવાબ અને સેવા આપે છે. ભાજપનું નેતૃત્વ રાજસ્થાનમાં રાજીનામું માગતા હતા. ગુજરાત મામલે CMનું શું થશે? ‘હું જ ચોર, હું જ તપાસ કરનાર તો પરિણામ ના જ આવે’ તેમ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું. સગર્ભા બહેનોની માવજત ના થાય અને આ સમયે જ કૌભાંડ થાય છે. આ બાળકોના મોત મામલે કોર્ટ દ્વારા તપાસ થાય તેવી કોંગ્રેસે માગ કરી હતી.
 
તો બાળકોના મોત અંગે આરોગ્ય મંત્રીએ પણ સુરત સિવિલ હોસ્પિટલની તપાસ કરી હતી. સાથે હોસ્પિટલ તંત્ર અંગે કાનાણીએ માહિતી મેળવી હતી. અહીં કાનાણીએ જણાવ્યું કે, બાળ મૃત્યુ અંગેત તપાસ કરાશે, રાજ્યભરમાંથી રિપોર્ટ મગાવવામાં આવશે. બાળ મૃત્યુ અંગે તપાસ કરાશે. ખાનગી હોસ્પિટલનાં રજિસ્ટર પણ ચેક કરીશું. રજિસ્ટર ચેક કર્યા બાદ પગલાં લેવાશે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.