ઘરમાં મારણ કરેલી શાહુડી તેમજ હત્યાના હથિયાર મળ્યા
મહેસાણા જિલ્લાના ધરોઈ રેન્જ ફોરેસ્ટ વિભાગની રેન્જમાં ટીમ્બા નજીક આવેલા ભીમપુર ગામની પાસે તારંગાના જંગલમાં શિડ્યુલ એક વાઇલ્ડ લાઇફ વન્ય પ્રાણી અધિનિયમ ૧૯૭૨ અંતર્ગત શાહુડી નામના આરક્ષિત પ્રાણીનો શિકાર કરનાર બે આરોપી ઝડપાયા છે. જે સમગ્ર બનાવ અંગે માહિતી આપતા ધરોઈ રેન્જ ફોરેસ્ટ ઓફિસર સંદીપભાઈ ચૌધરીએ જણાવતાં કહ્યું હતું કે અમને મળેલી બાતમી મળી હતી જેની તપાસ કરતા બે ઈસમો આરક્ષિત પરની એવા શાહુડીનો શિકાર કરીને મારાં કરીને ઘરે લઈ ગયા હોવાની બાતમી મળી હતી. જેની સ્થળ પર જઈને ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવતા મારણ કરેલી શાહુડી, હથિયાર સહિત બે ઇસમોને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં બન્નેય આરોપીઓ નામે ઠાકોર પ્રતાપજી ભીખાજી અને ઠાકોર વિષ્ણુજી હીરાજી કે જે બનેય ભીમપુર ગામના રહેવાસી હોવાનું જણાવ્યું હતું. આ બન્નેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ધરોઈ આજુબાજુના ટીમ્બા નજીક આવેલા ભીમપુર ગામની પાસે તારંગાના જંગલના શિડ્યુલ એકમાં ગેરકાયદેસર રીતે આરક્ષિત પ્રાણી શાહુડીનો શિકાર કરવામાં આવતો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. જે શાહુડી પ્રાણીને દેશમાં આરક્ષિત પ્રાણી તરીકે જાહેર કરવામાં આવેલું હોઈ તેનો શિકાર કરવો કે તેની હત્યા કરવી એ ગુનો ગમવામાં આવે છે જે સંદર્ભે વાઇલ્ડ લાઇફ વન્ય પ્રાણી અધિનિયમ ૧૯૭૨ અંતર્ગત આરક્ષિત પ્રાણીનો શિકાર કરવો કે અંધશ્રધ્ધા અથવા મોજશોખ ખાતર આવા આરક્ષિત પ્રાણીનો શિકાર કરતા પકડાય તો ૩ વર્ષથી ૭ વર્ષ સુધીની જેલવાસની સજા તેમજ એક લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

