ટાટા મોટર્સ તેની આઈકોનિક બ્રાન્ડ ટાટા સફારીને નવા અવતારમાં લાવી બુકિંગ જાન્યુઆરી 2021થી શરૂ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

નવા વર્ષમાં ધૂમધડાકાભેર પ્રવેશ કરતાં ટાટા મોટર્સે આજે તેની આગામી ફ્લેગશિપ એસયુવી (ગ્રેવિટાઝના કોડનેમ સાથે) સાથે તેની આઈકોનિક બ્રાન્ડ સફારીને પાછી લાવવાની ઘોષણા કરી હતી.

ટાટા સફારીએ ભારતમાં એસયુવી લાઈફસ્ટાઈલ રજૂ કરી હતી અને સેગમેન્ટમાં એવું ગ્લેમર લાવી દીધું કે અન્ય ખેલાડીઓએ તેનું અનુકરણ કર્યું હતું. બે દાયકાથી સફારીએ પ્રેસ્ટીજ અને પરફોર્મન્સ આલેખિત કર્યા છે અને તેના નવા અવતારમાં સફારી આ સમૃદ્ધ વિચાર અને તેના મજબૂત વારસાને વધુ આગળ લઈ જશે.

ટાટા સફારી તરીકે તેની આગામી એસયુવીના ફોર્મલ બ્રાન્ડિંગની ઘોષણા કરતાં ટાટા મોટર્સના પેસેન્જર વેહિકલ્સ બિઝનેસ યુનિટ (પીવીબીયુ)ના પ્રેસિડેન્ટ શ્રી શૈલેષ ચંદ્રાએ જણાવ્યું હતું કે અમારી ફ્લેગશિપ એસયુવી- સફારી રજૂ કરવામાં અમને ગૌરવ અને ખુશીની લાગણી થાય છે. મજબૂત અનુકરણ સાથે આઈકોનિક બ્રાન્ડ સફારી બે દાયકાથી ભારતીય રસ્તાઓ પર સૌથી ઈચ્છનીય એસયુવી બની રહી છે. હવે તેના નવા અવતારમાં સફારી અજોડ અનુભવો અને સાહસો ખેડવા માગતા સોશિયલ એક્ટિવ, મોજપ્રેમી ગ્રાહકોને સ્પર્શ કરશે. તેની ડિઝાઈન, પરફોર્મન્સ, વર્સેટાલિટી, ફીર્સ સાથે દીર્ઘ ટકાઉ ગુણવત્તા નિરંતર ખુશી આપવાની એસયુવી લાઈફસ્ટાઈલને અધોરેખિત કરે છે. અમને વિશ્વાસ છે કે સફારીના ફરીથી લોન્ચિંગથી બજારમાં નવો પ્રાણ ફૂંકાશે અને તેનું અવ્વલ સ્થાન વધુ ઊંચે જશે.

નવી સફારી બેજોડ ડિઝાઈન, અસમાંતર વર્સેટાલિટી, પ્લશ અને કમ્ફર્ટેબલ ઈન્ટરીરિયર, આધુનિક, બહુમુખી જીવનશૈલી માટે અદભુત પરફોર્મન્સ ચાહતા નવા યુગના એસયુવી ગ્રાહકોને સંતોષ આપે તે રીતે ઉત્ક્રાંતિ પામી છે. તે ગ્રાહકોને શક્તિશાળી વલણ, બેજોજ પરફોર્મન્સ, આસાન ડ્રાઈવેબિલિટી, લક્ઝુરિયસ કમ્ફર્ટ, મોકળાશભર્યા ઈન્ટીરિયર અને નવા યુગની કનેક્ટેડ ટેકનોલોજી સાથે તેમના જીવન પર નવેસરથી દાવો કરવા માટે પ્રોત્સાહન આપે છે, જે તેને રોજબરોજના પ્રવાસ માટે અને રોમાંચક ફેમિલી ગેટઅવે માટે પણ આદર્શ બનાવે છે.

સફારી દુનિયાભરમાં એસયુવીનું ગોલ્ડ સ્ટાન્ડર્ડ લેન્ડ રોવર પાસેથી નામાંકિત ડી8 પ્લેટફોર્મથી પ્રેરિત આર્કિટેક્ચર ઓમેગાર્કની સિદ્ધ ક્ષમતા સાથે ટાટા મોટર્સની એવોર્ડ વિજેતા ઈમ્પેક્ટ 2.0 ડિઝાઈન લેન્ગ્વેજને જોડીને પ્રેસ્ટીજ અને અદભુત પરફોર્મન્સના વારસા પર નિર્માણ કરવામાં આવી છે. આ એડપ્ટિવ આર્કિટેક્ચર ભવિષ્યમાં ઓલ- વ્હીલ ડ્રાઈવ અને ઈલેક્ટ્રિફિકેશનની શક્યતાઓ સહિત ડ્રાઈવ ટ્રેન બહેતરીની સુવિધા આપે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.