વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવનચરિત્ર પર આધારિત મેગા મ્યુઝિકલ મલ્ટિમીડિયા શૉ ‘નમોત્સવ’ને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ નિહાળ્યો


(જી.એન.એસ) તા. ૨૯

અમદાવાદ,

કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી શ્રી રામમોહન નાયડુ, કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સહિતના અગ્રણીઓની પ્રોત્સાહક ઉપસ્થિતિ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવન, વિચાર, કાર્યસંસ્કૃતિ અને રાષ્ટ્ર પ્રત્યેના અડગ સંકલ્પને જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે આયોજિત મેગા મ્યુઝિકલ મલ્ટિમીડિયા શૉ ‘નમોત્સવ’ને આજે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ નિહાળ્યો હતો.

અમદાવાદના ઘુમા સ્થિત સંસ્કારધામ ખાતે આયોજિત આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના બાળપણથી લઈને રાષ્ટ્રનિર્માણની યાત્રા સુધીના વિવિધ પડાવોને સંગીત, નૃત્ય, નાટ્ય અને આધુનિક મલ્ટિમીડિયા માધ્યમ દ્વારા અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જાણીતા કલાકાર શ્રી સાઈરામ દવે સહિત કુલ ૧૫૦ કલાકારોએ પોતાની કલાત્મક રજૂઆત દ્વારા ઉપસ્થિત સૌને ભાવવિભોર કરી દીધા હતા. કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ, સેવા, સંકલ્પ, સંસ્કાર અને વિકાસના મૂલ્યોને કલાત્મક રીતે ઉજાગર કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી શ્રી રામમોહન નાયડુ, કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, ભાજપા પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્મા, ભાજપા સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, શહેર ભાજપા પ્રમુખ શ્રી પ્રેરકભાઈ શાહ, મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ સહિત વરિષ્ઠ સચિવશ્રીઓ, કલેકટર શ્રી સુજીત કુમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે, સંસ્કારધામના ચેરમેન શ્રી ડૉ. આર. કે. શાહ, વાઇસ ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ ભટ્ટ તેમજ સંતો-મહંતો, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત મહાનુભાવોએ રસપૂર્વક નિહાળ્યો હતો.

‘નમોત્સવ’ કાર્યક્રમ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવનમાંથી પ્રેરણા લઈ રાષ્ટ્રહિતમાં કાર્ય કરવાની ભાવનાને મજબૂત બનાવવાનો સંદેશ અસરકારક રીતે રજૂ થયો હતો.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *