ગામલોકો સાથે વિદ્યાર્થીઓને પણ પારાવાર હાલાકી
પાલનપુર તાલુકાના કુશ્કલથી ચંડીસરને જોડતો રસ્તો બંને ગામના લોકોની વર્ષો જૂની માગણી હોવા છતાં અને જોબ નંબર પડી ગયેલો હોવા છતાં આ રસ્તો કોઈ કારણસર પાકો કરવામાં આવતો નથી.જેથી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે કે તાત્કાલિક આ રસ્તો પાકો બનાવવામાં આવે. કુશ્કલથી ચંડીસરનો રસ્તો અંગ્રેજો વખતથી રેકોર્ડ પર અમલમાં છે પણ હાલની સરકારો આ રસ્તાને પાક્કો બનાવવા દુર્લક્ષ સેવી રહી છે.જેથી વિદ્યાર્થીઓને પણ અભ્યાસ અર્થે કુશ્કલ કે ચંડીસર જવામાં ખૂબ જ તકલીફ પડે છે.
તેમજ દર્દીઓને ચંડીસર ખાતે સારવાર અર્થે લઈ જવા હોય તો પણ હાલમાં આ રસ્તો કાચો હોવાના કારણે બંને બાજુ ખેતરો વાળાઓએ રસ્તા બાજુ ખૂબ જ દબાણ કરી આખો રસ્તા દબાવી દીધેલ છે. જેથી આ રસ્તા પર બે મોટર સાયકલ પણ પસાર થઈ શકે તેમ નથી. આ રસ્તો પાકો ન હોવાના કારણે ચોમાસામાં પાણી ભરાઈ જવાના લીધે અભ્યાસ અર્થે ચંડીસર જતા વિદ્યાર્થીઓને અભ્યાસ પણ બંધ થાય છે અને ચાલતા પણ નીકળી શકાતું નથી. જેથી વિદ્યાર્થીઓને 10 કિમી ફરીને શાળાએ જવું પડે છે તો કુષ્કલ ગામથી શરૂ કરી ચંડીસર મુખ્ય હાઇવે સુધીના માથાભારે ઈસમોના દબાણો તાત્કાલિક દૂર કરાવી જુના રેકર્ડના આધાર સાથેનો પાકો રસ્તો તાત્કાલિક બનાવવા ગામના ગ્રામજનોની માંગ ઉઠી છે.

