અમીરગઢ તાલુકા ના ઈકબાલગઢ મુકામે સ્મશાન માં ત્યજેલું ભ્રુણ મળી મળી આવતા ચકચાર.

ગુજરાત
ગુજરાત

અમીરગઢ ના વડુ મથક ગણાતા ઈકબાલગઢ ના સ્મશાન માં કોઈએ પોતાનું પાપા છુપાવવા માટે ભ્રુણ ને સ્મશાન માં ત્યજી દીધું અને કોઈએ દફનાવ્યું. પરંતુ તંત્ર દ્રારા તેને બહાર કાઢી તાપસ હાથ ધરતા સમગ્ર ઘટના ચકચાર બની છે.

અમીરગઢ તાલુકાના વેપારી મથક તરીકે ગણાતા ઈકબાલગઢ મુકામે સ્મશાન માં કોઈ નરાધમ દ્રારા ભ્રુણ હત્યા કરી અથવા કરવી ને ભ્રુણ ને સ્મશાન માં ત્યજી દીધેલ હાલત માં મળી આવ્યું હતું. પરંતુ આ ઘટના ને લોકો દ્રારા વધુ વેગ મળતા તંત્ર દ્રારા દફનાવેલ ભ્રુણ ને પાછું બહાર નીકળતા ચકચાર બની ગયેલ છે. મળતી માહિતી પ્રમાણે વિગત એવી છે.

કે ઇકબાલગઢ માં કોઈ મોત નિપજેલ હોઈ તેના પરિવાર જનો તેની અંતિમ ક્રિયામાટે સ્મશાન માં ગયા હતા. અને ત્યાં તેમની નજર અચાનક જ ત્યાં પહેલાથી પડેલ શવ ઉપર ગઈ નજીક જઇ ને જોયું તો ત્યજી દીધેલ હાલતમાં ભ્રુણ પડ્યું હતું. આથી જે લોકો અંતિમ ક્રિયા માટે આવ્યા હતાં તેમને આ શવ ને કોઈ જાનવર કપિતા ના કરે તે હેતુ થી આ લાશ ને દફનાવી દીધી હતી.

પરંતુ આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બનતા સરપંચ દ્રારા તંત્ર ને જાણ કરતા અમીરગઢ પી એસ આઈ અને મામલતદાર પોતાની ટીમ સાથે ઈકબાલગઢ સ્મશાન માં પોહચ્યા હતા. અને દફનાવેલ ભ્રુણ ને બહાર નીકાળી દેવામાં આવ્યું હતું. અને તેના દે એન એ ટેસ્ટ વગેરે માટે મોકલવામાં આવ્યું હતું અને ગુન્હેગારો ની તાપસ આરંભ કરેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.