શિહોરી પોલીસ દ્વારા વાહનોની સઘન ચકાસણી હાથ ધરાઈ

શિહોરી પોલીસ દ્વારા વાહનોની સઘન ચકાસણી હાથ ધરાઈ

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે વિશેષ ડ્રાઈવનું આયોજન કર્યું હતું. આ ડ્રાઈવ કંબોઈ ચોકડી વિસ્તારમાં હાથ ધરવામાં આવી હતી.આ ડ્રાઈવ દરમિયાન વાહન ચેકિંગની સઘન કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે નંબર પ્લેટ વગરના વાહનો અને બ્લેક ફિલ્મ લગાવેલી ગાડીઓ સામે કડક પગલાં લીધાં હતાં.

શિહોરી પીઆઇ કે.એચ. બિહોલાના નેતૃત્વ હેઠળ પોલીસે આ સઘન ડ્રાઈવ હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં અનેક વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.જેથી ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *