Rakhewal | 03-01-2021 Headlines

Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/

ડીસામાં ઠંડીમાં વધારો થતાં લોકો ઠુંઠવાયા, શનિવારે ૧૧.૩ ડિગ્રી તાપમાન નોંધાયા બાદ રવિવારે ૮.૮ ડિગ્રી નોંધાયું.

બનાસકાંઠા જિલ્લામાં ૪,૯૭,૩૬૮ હેક્ટરમાં રવી સીઝનનું વાવેતર થયુ : રાયડો, બટાટા, ઘઉં અને જીરાનું સૌથી વધુ વાવેતર.

થરાદની નહેરમાં એક વર્ષ અગાઉ થયેલ હત્યાના ગુનાનો ભેદ ઉકલાયો, પત્નીએ પ્રેમી અને ત્રણ સાગરીતો સાથે મળીને પતિનું કાસળ કાઢ્યું હતું.

થરાદની નર્મદા કેનાલમાં પાણી માટે અધિકારીઓને જગાડવા ઢોલ ઢબુક્યા, અઠવાડીયાથી સિંચાઇ માટે પાણી નહી મળતાં ખેડુતોનો અનોખો વિરોધ.

થરા માર્કેટયાર્ડમાં કપાસની આવક શરૂ, ખેડૂતોને મગફળી બાદ કપાસ ફળ્યો.

ઉત્તરાયણ પર્વ મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું મોટું નિવેદન, પરિવારનાં પથી ૭ સભ્યો ધાબા પર પતંગ ઉડાવી શકશે, એક ધાબા પર ૫૦થી વધુ લોકો ભેગા થશે તો મંજૂરી નહીં.

આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારો જાહેર કરાયા
અમદાવાદ મહાનગરપાલિકા ઉમેદવાર ૨૧ સહીત રાજ્યભરમાં ૫૦૪ ઉમેદવાર જાહેર કરાયા.

સૌરાષ્ટ્રના ઉપલેટામાં સવારે 8.23 કલાકે 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, લોકોમાં ભયનો માહોલ.

અમદાવાદ મ્યુનિ. કમિશનર મુકેશકુમાર, જાપાનની ઇન્ડિયન એમ્બેસીમાં ફરજ બજાવતા મોના ખંધાર સહિત 5 IASને અગ્રસચિવ પદે બઢતી અપાઈ.

રાજ્યના શિક્ષણમંત્રી સાથે રાજકોટના 70 શિક્ષણવિદોની બેઠક, સ્કૂલથી કોલેજ સુધીના શિક્ષણમાં સ્પોર્ટસ અને ડિફેન્સ એજ્યુકેશન ફરજીયાત કરવા સૂચન.

CATની પરીક્ષામાં સુરતના ઋષિ પટેલે 99.99 પર્સેન્ટાઈલ સાથે ભારતમાં ટોપ 25માં સ્થાન મેળવ્યું, અમદાવાદ IIMમાં અભ્યાસની ઈચ્છા.

ગાઝિયાબાદમાં મોટી દુર્ઘટના : અંતિમ સંસ્કાર ચાલતા હતાને સ્મશાનની છત પડી, 18 લોકોના મોત, 24 ઘાયલ.

સ્વદેશી કોવેક્સિન અને કોવીશીલ્ડને અંતિમ મંજૂરી, વડાપ્રધાન મોદીએ કહ્યું- દરેક ભારતીય માટે ગર્વની વાત.

દિલ્હીમાં સતત બીજા દિવસે વરસાદ, રાજસ્થાનના ઘણા વિસ્તારમાં બરફ પડવાથી ઠંડી વધી.

અમેરિકામા છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2 લાખ 77 હજાર નવા કેસ નોંધાયા; કેલિફોર્નિયામાં સ્થિતિ બેકાબૂ, ટોક્યોમાં હેલ્થ ઈમરજન્સીની તૈયારી.

ફિનલેન્ડમાં ફાઈઝર વેક્સિનની આડઅસર જોવા મળી, બે દિવસ પહેલાં જ WHOએ ઈમરજન્સી યૂઝ માટે મંજૂરી આપી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.