હારીજ ડમ્પર છેતરપિંડીના કેસના આરોપીને જામીનની રકમ ઘટાડી કોર્ટે મુક્ત કર્યો

હારીજ ડમ્પર છેતરપિંડીના કેસના આરોપીને જામીનની રકમ ઘટાડી કોર્ટે મુક્ત કર્યો

કોર્ટે આરોપીની નબળી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખી રકમમાં ફેરફાર કર્યો

પાટણની સેશન્સ કોર્ટે હારીજના ડમ્પર ઠગાઈ કેસના એક આરોપીને તેની નબળી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને જામીનની રકમમાં ફેરફાર કરી મુક્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.  આરોપી ઉમેશ રમુગા બિગાન પ્રસાદને અગાઉ રૂ.25,000ના જામીન પર મુક્ત કરવાનો આદેશ થયો હતો, પરંતુ પૈસાના અભાવે તે 22 દિવસ વધુ જેલમાં રહ્યો હતો. હવે તેને રૂ.10,000 ના જામીન પર મુક્ત કરવાનો હુકમ કોર્ટ દ્વારા કરાયો હતો.આ કેસ હારીજ પંથકના બે વ્યક્તિઓ પાસેથી રૂ.29,36,400 અને રૂ.28,49,200ની કિંમતના બે ડમ્પરો વેચાણ રાખી, તેના પૈસા કે વાહનો પરત ન આપીને છેતરપિંડી કરવા અંગેનો હતો.આ મામલે અજય કહાર અને ઉમેશરમુગા બિગાન પ્રસાદ (ઉંમર 47, હાલ ગોરવા, મૂળ બિહાર) વિરુદ્ધ હારીજ પોલીસ મથકે 3 સપ્ટેમ્બર, 2025ના રોજ B.N.S. 316 (2), 54 હેઠળ ગુનો નોંધાયો હતો. ઉમેશ રમુગા બિગાન પ્રસાદની 8 ઓક્ટોબર, 2025ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેણે જામીન અરજી કરતા પાટણની સેશન્સ કોર્ટે 24 નવેમ્બર, 2025ના રોજ તેને રૂ. 25,000ના જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.

જોકે, આરોપી ગરીબ વર્ગનો હોવાથી તે સમયે તેની પાસે જામીન અને પૈસાના અભાવે તે મુક્ત થઈ શક્યો નહોતો.આથી, તેણે ફરી જામીન અરજી કરી હતી. કોર્ટે નોંધ્યું કે, આરોપી બિહારનો હોવાથી જામીન પર મુક્ત કરાય તો તે નાસી છૂટવાની શક્યતા છે, જેનાથી કેસની ટ્રાયલ વિલંબમાં પડી શકે છે, તેમ છતાં, આરોપીની નબળી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને, કોર્ટે અગાઉના રૂ. 25,000ના જામીનના હુકમમાં ફેરફાર કરીને તેને રૂ. 10,000ના જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો તેવું સુત્રો તરફથી જાણવા મળ્યું છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *