પાટણ એલસીબીએ બંન્ને મહિલાઓને રૂ.૫૦,૦૦૦ના મુદ્દામાલ સાથે પકડી કાર્યવાહી હાથ ધરી
કરનાર બે મહિલાઓને પાટણ એલસીબી એ ઝડપી રૂ.૫૦,૦૦૦ ના મુદ્દામાલ જપ્ત કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓએ પાટણ જીલ્લામાં મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય જે સુચના આધારે પાટણ એલસીબી પીઆઈ આર. જી.ઉનાગરના સીધા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો પાટણ જીલ્લામાં તેમજ અન્ય જીલ્લાના ઇસમો કે જેઓ મિલકત સબંધી ગુનાઓ આચરવાની ટેવ વાળા હોય તેવા ઇસમો ઉપર હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સ દ્વારા વોચ રાખી કામગીરી માં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, પાટણ સીટી બી ડીવી. પો.સ્ટે. વિસ્તારમાં આશરે બે મહિના પહેલા બ્રહમાણીનગર સોસાયટી ખાતેના બ્યુટીપાર્લરમા બે અજાણી મહિલાઓ આવેલ અને ફરીયાદી બેનના ઘરમાં સર્પદોષની વિધિ કરવાના બહાને રૂ.૫૦,૦૦૦ની છેતરપીંડી કરી લઇ ગયા હતા. જે અંગે ભોગ બનનાર બ્યુટી પાલૅરના સંચાલિકા બેન દ્રારા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ પ્રકારના ગુન્હાઓમાં અગાઉ પકડાયેલ હોય તેવી મહિલાઓની તપાસ કરતાં મળેલ હકીકત આધારે બે મહિલાઓને બહિયલ તા.દહેગામ જી.ગાંધીનગર ખાતેથી એલ.સી.બી ટીમે ઝડપી પાટણ ખાતે લાવી ખંતપૂર્વક પુછપરછ કરતાંમીનાબેન મહેન્દ્રભાઇ વાદી અને ગીતાબેન વિક્રમભાઇ વાદી રહે. બન્ને બહિયલ તા.દહેગામ જી.ગાંધીનગર નાઓએ ગુન્હાની કબુલાત કરેલ કરતાં ટીમે બંન્ને મહિલાઓ પાસેથી રોકડ રકમ રૂ.૫૦,૦૦૦ કબ્જે કરી બન્ને મહિલાઓને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અધિનિયમ કલમ-૩૫(૧)ઇ મુજબ અટક કરી મુદ્દામાલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અધિનિયમ કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
ઝડપાયેલ આરોપી બંન્ને મહિલાઓનો ગુન્હાહિત ઇતિહાસ
(૧) દહેગામ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં-૧૧૧/૨૦૧૭ ઇ.પી.કો ૩ર૪ વિગેરે મુજબ
(૨) વારાહી પો.સ્ટે. ફર્સ્ટ ગુ.૨.નં.૫૮/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦ વિ. મુજબ
(૩) નખત્રાણા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૬૮/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦ વિ. મુજબ
(૪) માંડવી પો.સ્ટે. ફર્સ્ટ ગુ.૨.નં.૫૦/૨૦૧૯ ઈ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦ વિ. મુજબ
(૫) આદીપુર પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૦૧/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૮૦, ૧૧૪ વિ. મુજબ
(૬) અમદાવાદ શહેર ઘાટલોડીયા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૧૦૪૪૨૪૦૧૧૭ ઈ.પી.કો. કલમ ૩૮૦, ૧૧૪ વિ. મુજબ
(૭) મહેસાણા શહેર બી ડીવી. પો. સ્ટે. ગુ.૨.નં.૧૧૨૦૬૦૪પ૨૪૦૫૨૯ બી.એન.એસ. કલમ ૩૦૩(એ), ૫૪ વિ. મુજબ
(૮) પાલનપુર શહેર પૂર્વ પો.સ્ટે. ગુ.૨.નં.૧૧૧૯૫૦ ૩૪૨૪૦૨૫ર બી.એન.એસ. કલમ ૩૦૩(એ), ૫૪ વિ. મુજબ હોવાનું પોલીસે જણાવ્યું હતું.

