પાલનપુર ITI માં વિદ્યાર્થીઓને પટ્ટાથી માર મારતા ABVP દ્વારા વિરોધ

પાલનપુર ITI માં વિદ્યાર્થીઓને પટ્ટાથી માર મારતા ABVP દ્વારા વિરોધ

ઇન્સ્ટ્રક્ટર સામે પગલાં નહિ ભરાય તો આંદોલનની ચીમકી

પાલનપુર આઈટીઆઈમાં એક ઇસ્ટ્રક્ટર દ્વારા ત્રણ વિદ્યાર્થીઓને પટ્ટા વડે માર મારતો વીડિયો સામે આવ્યો હતો. જેને લઈને રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ એબીવીપીને જાણ કરતા એબીવીપીએ સમગ્ર બનાવને લઈને વિરોધ જતાવતા કસૂરવાર ઇન્સ્ટ્રક્ટર સામે પગલાં ભરવાની માંગ કરી હતી.પાલનપુર આઇટીઆઈમાં વિદ્યાર્થીએ ચોપડા ચોર્યા હોવાની આશંકાએ ઇન્સ્ટ્રક્ટરે વિદ્યાર્થીને પટ્ટેથી મારતા વિદ્યાર્થીઓએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને આ બાબતને રજૂઆત કરી હતી.

જેથી પીડિત વિદ્યાર્થીઓને વ્હારે આવતા વિદ્યાર્થી પરિષદ દ્વારા આજરોજ ઉગ્ર વિરોધ કરી રજૂઆત કરવામાં આવી હતી.એબીવીપીએ  પાલનપુર આઈ.ટી.આઈ ખાતે આવી વિદ્યાર્થીઓને સાથે રાખી માર મારનાર ઇન્સ્ટક્ટર સામે પગલાં ભરી તેની માફી પત્ર લખાવવા માંગ કરી હતી. જેમાં કસૂરવાર ઇન્સ્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *