ભીલડીના ખેટવા નજીક નેશનલ હાઈવે નંબર ૨૭ પર વહેલી સવારે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ટ્રેલર અને ૪૦૭ વાહન વચ્ચે રાત્રે ચાર વાગ્યાના સુમારે જોરદાર અથડામણ થતા ઘટનાસ્થળે જ બે લોકોના કરૂણ મોત નિપજ્યા હોવાનું પ્રાથમિક માહિતી પરથી બહાર આવી રહ્યું છે.
અકસ્માત બાદ સ્થળ પર હાઈવે ઓથોરિટી સાથે ભીલડી પોલીસનો સ્ટાફ તાત્કાલિક દોડી આવ્યો હતો. અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. મૃતકના મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે ભીલડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે. જેમાથી મરણ પામનાર એક બકાભાઈ સાજુભાઈ ગમાર રહે દાંતા જ્યારે એક અન્ય વાક્તિનું મોત નિપજ્યું હતું .જે અંગે ૪૦૭ માં સવાર અન્ય વાક્તિ દ્વારા ભીલડી પોલીસ સ્ટેશને એફ આઈ આર નોંધાવી હતી. અકસ્માતના ચોક્કસ કારણો અંગે વધુ તપાસ ભીલડી પોલીસ કરી રહી છે.

