ગુજરાતે આફતને અવસરમાં ફેરવી, હજુ લડાઈ બાકી છે, રૂપાણી

ગુજરાત
ગુજરાત

રૈયા ગામે વડાપ્રધાનના હસ્તે ‘લાઈટ હાઉસ’નું ઈ-લોકાર્પણ, મહાનુભાવોનો મેળાવડો

રાજકોટની ભાગોળે નિર્માણ પામનારી ગુજરાતની સૌપ્રથમ એઈમ્સ હોસ્પિટલનું વડાપ્રધાન, મુખ્યમંત્રી સહિતના હસ્તે ખાતમુહૂર્ત કરાયા બાદ આજે રાજકોટના રૈયા ગામ પાછળ, શ્રી પરશુરામ મંદિર પાસે મહાપાલિકા દ્વારા નિર્માણાધીન લાઈટ હાઉસ પ્રોજેક્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈ-લોકાર્પણ કર્યું હતું. જ્યારે પ્રોજેક્ટનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે દીપપ્રાગટ્ય કરાયું હતું.

આ પછી મુખ્યમંત્રીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે ગુજરાતે કોરોના જેવી મહાઆફતને પણ અવસરમાં બદલાવી દીધી છે પરંતુ લડાઈ હજુ પણ બાકી છે. તેમણે કહ્યું કે આખું વિશ્વ અત્યારે ચિંતીત છે પરંતુ વડાપ્રધાનની આગેવાનીમાં દેશવાસીઓએ આ પડકારને ઝીલીને પોતાની ક્ષમતા પૂરવાર કરી છે. 2021નું વર્ષ નવી આશા અને અપેક્ષાનું વર્ષ છે. જો કે પાંચ વર્ષમાં રાજ્ સરકારે 20,000 કરોડના કામ પૂર્ણ કર્યા છે.

આ કામોમાં રો-રો સર્વિસ, સી-પ્લેન, એઈમ્સ, કચ્છમાં રિન્યુએબલ પાર્ક, રોપ-વે, ખેતરોમાં દિવસે લાઈટ સહિતનો સમાવેશ થાય છે. દરમિયાન આજે વહેલી સવારથી રાજકોટમાં ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હોવાને કારણે શહેરીજનો પાંખી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સાંસદ મોહન કુંડારિયા, ગુજરાતના ઉર્જામંત્રી સૌરભ પટેલ, ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.