રાંધણગેસના ભાવ ફરી વધ્યા: 19 કિલોના સિલીન્ડરમાં રૂા.17નો વધારો કરાયો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી: દેશમાં સતત બીજા મહિનામાં પણ રાંધણગેસ સિલીન્ડરના ભાવમાં ઓઈલ માર્કેટીંગ કંપનીઓએ વધારો કર્યો છે. ગત મહીને કંપનીઓએ બે વખત રૂા.50-50નો ભાવવધારો સબ્સીડાઈઝ સહિતના સિલિન્ડરમાં કર્યો હતો. જેના કારણે દેશભરમાં દેકારો મચી ગયો હતો પણ આ મહિનાના પ્રથમ ભાવ વધારામાં સબ્સીડાઈઝ અને નોન-સબ્સીડાઈઝ 14.2 કિલોના સિલિન્ડરોને ભાવવધારામાંથી મુક્ત રખાયા હતા પણ કોમર્શિયલ ઉપયોગના 19 કિલોના સિલીન્ડરના ભાવમાં રૂા.17નો વધારો થયો છે અને દિલ્હીમાં આ સિલીન્ડરનો ભાવ રૂા.1332થી વધીને રૂા.1349નો થયો છે. દેશના અલગ અલગ ભાગમાં આ ભાવવધારો અલગ અલગ હશે. જો કે સરકારે ગત મહીને રાંધણગેસના ભાવ વધાર્યા છે પણ પેટ્રોલ-ડીઝલના ભાવ છેલ્લા 26 દિવસની યથાવત રાખ્યા છે જે એક મોટી રાહત ગણવામાં આવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.