ખેડૂત આંદોલનથી અર્થતંત્રને 70,000 કરોડનું નુકશાન

Business
Business

ભારતમાં નવા કૃષિ કાયદા સામે કેટલાંક રાજયામાં સવા મહિનાથી ચાલતા આંદોલનને કારણે અર્થતંત્રને 70,000 કરોડનું નુકશાન હોવાનો રીપોર્ટ પીએસડી ચેમ્બર ઓફ કોમર્સે જાહેર કર્યો છે. સંગઠનના અધ્યક્ષ સંજય અગ્રવાલે જણાવ્યું હતું કે સવા માસથી ચાલતા આંદોલનને કારણે ખાસ કરીને પંજાબ, હરિયાણા તથા દિલ્હીના સરહદી ભાગોમાં સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. પરિણામે અર્થતંત્રને 70,000 કરોડનું નુકશાન છે. ચારમાંથી બે માંગો પર સમાધાન થયુ છે છતાં હજુ હડતાળનો ઉકેલ આવ્યો નથી. અર્થતંત્રને વધુ નુકશાન રોકવા માટે વ્હેલી તકે હડતાળ નિવારવાનું જરૂરી બની ગયુ છે.

તેઓએ કહ્યું હતું કે પંજાબ અને હરિયાણામાં જ 25 લાખ નાના ઉદ્યોગો છે તેમાં 45 લાખ લોકોને રોજગારી મળે છે. બન્ને રાજયોની જીડીપીમાં 4 લાખ કરોડનું યોગદાન છે. પંજાબનો જીડીપી 5.75 લાખ કરોડ તથા હરિયાણાનો 8.31 લાખ કરોડ છે. ફૂડ પ્રોસેસીંગ, કોટન ટેકસટાઈલ્સ, ગાર્મેન્ટસ, ઓટોમોબાઈલ્સ, કૃષિ મશીનરી આઈટી, ટુરીઝમ, હોટલ તથા પરિવહન ક્ષેત્રને વ્યાપક નુકશાન છે. કારણ કે આ ક્ષેત્રની સપ્લાય ચેઈનને મોટો ફટકો પડયો છે. અત્રે ઉલ્લખનીય છે કે કૃષિ કાયદો રદ કરવાની અડગ માંગ સાથે કિસાન સંગઠનો સરકારને મચક આપતા નથી. બે માંગનો સ્વીકાર થયો હોવા છતાં અન્ય માંગણીઓ પર વાટાઘાટો કરવા માટે 4થી જાન્યુઆરીએ નવેસરથી વાટાઘાટો થવાની છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.