પોલીસે ચોરીની ધટના મામલે યોગ્ય કાર્યવાહીની બાહેંધરી આપતા ભૂખ હડતાળ સમેટાઈ
સંખારી ગામમાં છેલ્લા એક મહિનાથી વિવિધ મંદિરમાં ચોરીની ઘટનાઓ બની રહી છે આ બાબતે રણુંજ પોલીસ સ્ટેશનમાં રજૂઆતો કરવા છતાં આજદિન સુધી એકપણ ચોર પકડાયો નથી કે એકપણ ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો નથી.પોલીસની આ ઢીલી નીતિને લઈને ગામના સરપંચ સહિત ગ્રામ પંચાયતના સભ્યોએ પંચાયતને તાળાબંધી કરીને ભૂખ હડતાળ આદરી હોય જેને સમસ્ત ગ્રામજનો દ્રારા સમથૅન સાપડી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.સંખારી ગામના સરપંચ જયેશભાઈ પટેલે જણાવ્યું હતું કે સંખારી ગામમાં વિવિધ મંદિરોના તાળા તૂટી રહ્યા છે.અને ચોરીની ઘટનાઓ વધી રહી છે. જેના કારણે ગામલોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે.આ સાથે સાથે ગામ પંચાયતના કેમેરાના વાયરના ટુકડા કરી ગામ પંચાયતમાં નાખી તસ્કરો પોલીસને ચેલેન્જ આપી રહ્યા છે.
ગામના બસ સ્ટેન્ડ ખાતે આવેલી લાઈટોના કેબલ વાયર પણ કાપી નાખ્યા હોવાની બાબતે રણુંજ પોલીસે અનેક રજુઆત છતાં આજદિન સુધી સંખારી ગામમાં થયેલી એક પણ ચોરીની ધટના નો ભેદ પોલીસ દ્વારા નહિ ઉકેલાતા આ ભૂખ હડતાળની ફરજ પડી હોવાનું તેઓએ જણાવ્યું હતું.સંખારી ગામમાં વધી રહેલ ચોરીની ધટનાને પગલે સરપંચ સહિત ના સભ્યોની ભૂખ હડતાળના પગલે સફાળા જાગેલ રણુજ પોલીસે સંખારી ખાતે દોડી આવી સરપંચ સહિત સભ્યોને ચોરીની ધટના મામલે યોગ્ય કાર્યવાહી કરવાની બાહેધરી આપતા મોડી સાંજે સરપંચ સહિત સભ્યોએ પોતાની ભૂખ હડતાળ સમેટી લીધી હોવાનું જાણવા મળ્યું છે.

