ભારતને મોટો ફટકોઃ ત્રીજી ટેસ્ટ પહેલાં ઉમેશ યાદવ સિરીઝમાંથી બહાર

Sports
Sports

મેલબર્ન,
ટીમ ઈન્ડિયાને ત્રીજી ટેસ્ટ પહેલાં મોટો ઝટકો લાગ્યો છે. ઝડપી બોલર ઉમેશ યાદવ ઓસ્ટ્રેલિયા સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. તે સીરિઝમાં બાકીની બે મેચ રમી શકશે નહીં. ઉમેશ ભારત પરત ફરી રહ્યો છે. ૩૩ વર્ષીય પેસ બોલરને પગની માંસપેશીઓમાં હેમસ્ટ્રિંગની ઈજા થવાને કારણે ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટના ત્રીજા દિવસ દરમિયાન મેદાન છોડી દેવું પડ્યું હતું. બુધવારે રાત્રે જ તે ભારત આવવા રવાના થઈ ગયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ સ્થિતિમાં ભારતીય ટીમમાં ટી નટરાજનને મોકો મળી શકે છે.
ઈજાગ્રસ્ત મોહમ્મદ શમી અને ઇશાંત શર્માની ભારતને પહેલેથી અછત અનુભવ થઈ રહ્યો છે. અને હવે ઉમેશની ઈજાને કારણે ચાર મેચની શ્રેણીમાં તેની મુશ્કેલીઓ વધી ગઈ છે. મેલબોર્ન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને ટીમ ઈન્ડિયાએ ૮ વિકેટે પરાજય આપ્યો હતો અને સીરિઝ ૧-૧થી બરાબર પર છે.
જાે કે બીજી બાજુ રોહિત શર્મા ટીમ ઇન્ડિયા સાથે જાેડાયો છે. ગુરુવારે તેણે મેલબોર્નમાં નેટ પર પોતાનું પરીક્ષણ કર્યું હતું. જ્યારે ટીમ ઈન્ડિયાના બાકીના ખેલાડીઓ બે દિવસના બ્રેક પર છે. ત્રીજી ટેસ્ટ ૭ જાન્યુઆરીથી સિડનીમાં રમાશે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.