ભારતે ઓસ્ટ્રેલિયાને માત આપવા માટે કોઇ કસર બાકી નથીઃ શોએબ અખ્તર

Sports
Sports

ઇસ્લામાબાદ,
પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે મેલબોર્નમાં અજિંક્ય રહાણેની આગેવાની હેઠળની ટીમના પ્રદર્શનની જાેરદાર પ્રશંસા કરતાં કહ્યું કે ભારતે જીતનો જુસ્સો અને પ્રતિબદ્ધતા દર્શાવી છે. એડિલેડમાં ૩૬ રનમાં આઉટ થયા બાદ ભારતીય ટીમે મેલબોર્નમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને આઠ વિકેટે હરાવીને સીરિઝ બરોબરી કરી હતી.
અખ્તરે તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું, ભારતે ઓસ્ટ્રેલિયાને માત આપવા માટે ખરેખર કોઈ કસર છોડી નથી. સંકટમાં જુસ્સો દેખાડવામાં આવે છે. ભારતીય ટીમે ભારે સંકટની સ્થિતિમાં પોતાની કુશળતા અને જુસ્સો દેખાડ્યો છે. તેઓએ બતાવ્યું હતું કે તેઓ હાર માનવાવાળામાં નથી. અખ્તર એ વાતથી વધુ પ્રભાવિત લાગ્યો કે વિરાટ કોહલી, મોહમ્મદ શમી અને રોહિત શર્માની ગેરહાજરી હોવા છતાં રહાણેએ પોતાની ભૂમિકા સહજતાથી ભજવી હતી.
રાવલપિંડી એક્સપ્રેસએ કહ્યું કે, અજિંક્યએ સહજતાથી ટીમની આગેવાની કરી હતી. તેણે બોલિંગમાં યોગ્ય ફેરફાર કરીને કોઈનું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ કર્યો ન હતો અને હવે સફળતા આખી કહાની કહી રહી છે. એવું કહેવામાં આવે છે કે જાે તમે ચૂપચાપ સખત મહેનત કરો છો, તો સફળતા તેની કહાની કહે છે. ત્યારબાદ અખ્તરે તેની પ્રથમ ટેસ્ટ મેચ રમીને મોહમ્મદ સિરાજ અને શુભમન ગિલની પ્રશંસા કરી હતી જેમણે દબાણમાં પણ સારો દેખાવ કર્યો હતો.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.