બોલિવૂડ પાસે ખૂટ્યું ઓરિજિનલ કન્ટેન્ટ…? ૨૦૨૧માં જૂની ફિલ્મોની રિમેક આવશે

ફિલ્મી દુનિયા

મુંબઈ,
બોલિવૂડમાં હંમેશા ફિલ્મોના ઓરિજનલ કન્ટેન્ટને લઈને સવાલો ઉઠી રહ્યા છે. સુપરસ્ટાર્સની ફિલ્મ પણ સાઉથની રિમેક હોય છે. અને ૨૦૨૦માં પણ આવી ઘણી ફિલ્મો રિલીઝ થઈ જે દક્ષિણ ફિલ્મની હિન્દી રિમેક હતી. તો આવતા વર્ષે પણ બોલિવૂડમાં કોપી કરેલી ફિલ્મો જાેવા મળશે. ફિલ્મ નિર્માતાઓ ફરી એકવાર બીજી ભાષામાં બનેલી હિટ ફિલ્મના ટ્રાઇડ અને ટેસ્ટેડ ફોમ્ર્યુલા પર ફિલ્મ્સ બનાવતા જાેવા મળશે. તો ચાલો તમને જણાવીએ કે વર્ષ ૨૦૨૧માં કઇ ફિલ્મોની રિમેક ભારતીય દર્શકો જાેશે.
શાહિદ કપૂર અભિનીત ફિલ્મ જર્સી છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મ વર્ષ ૨૦૧૯માં રિલીઝ થયેલી તેલુગુ ફિલ્મની હિન્દી રિમેક હશે, જે એક જ ટાઇટલ સાથે રજૂ કરવામાં આવી હતી. મૂળ ફિલ્મનું નિર્દેશન ગૌતમ ટિન્નાનૂરીએ કર્યું છે અને આ રિમેક ફિલ્મનું દિગ્દર્શન પણ તેઓ કરશે. ફિલ્મમાં શાહિદ કપૂર અર્જુન રાયચંદની ભૂમિકા ભજવતો જાેવા મળશે.
આમિર ખાન અને કરીના કપૂર અભિનીત ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા પણ ઘણા સમયથી હેડલાઇન્સમાં છે. હોલિવુડની સુપરહિટ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પના આ રિમેકમાં આમિર ખાન એક સરદારની ભૂમિકા ભજવતો જાેવા મળશે.
૨૦૧૫માં રજૂ થયેલ પુસ્તક પૌલા હોકિંન પર આધારિત આ ફિલ્મ ૨૦૧૬માં રજૂ કરવામાં આવી હતી, જે હવે બોલિવુડમાં ફરીથી બનાવવામાં આવશે. મૂળ ફિલ્મમાં એમિલી બ્લંડે છૂટાછેડા લીધેલી આલ્કોહોલિક મહિલાની ભૂમિકા ભજવી હતી, જે રિમેક મૂવીમાં પરિણીતી ચોપડા તેની ભૂમિકા નિભાવશે.
બોલીવુડ ૨૦૨૧માં તે જ ટાઇટલથી તામિલમાં બનેલી ફિલ્મની રિમેક લાવશે. ફિલ્મમાં સૈફ અલી ખાન અને આમિર ખાન મુખ્ય ભૂમિકા ભજવતા જાેવા મળી શકે છે.
તે એક બ્લોકબસ્ટર હોલિવુડ ફિલ્મની રિમેક હશે. ટાઇગર શ્રોફ સ્ટારર રેમ્બો છેલ્લા એક વર્ષથી ચર્ચામાં છે. સિલ્વેસ્ટરના પગલે પગલે ટાઇગર એક ખતરનાક રફ એન્ડ ટફ મેનની ભૂમિકા નિભાવતો જાેવા મળશે. ફિલ્મના પોસ્ટર રિલીઝ થયા પછી ચાહકો આ ફિલ્મની રાહ જાેઇ રહ્યા છે.
દક્ષિણની ફિલ્મ ઇઠ૧૦૦ હિન્દી સિનેમા તડપ તરીકે ફરીથી બનાવવામાં આવશે. એટલે કે વાર્તા એ જ બસ ક્લેવર નવી. રજત અરોરાએ આ વાર્તા લખી છે જે મિલન લુથરિયાના નિર્દેશનમાં બનવા જઈ રહી છે. રિમેક ફિલ્મમાં સુનીલ શેટ્ટીના પુત્ર અહન શેટ્ટી મુખ્ય ભૂમિકા ભજવતા જાેવા મળી શકે છે.
આ પણ હોલિવૂડરિમેક ફિલ્મ પણ હશે જેના પર સતત કામ ચાલી રહ્યું છે. અસલ ફિલ્મની વાર્તા એક ૭૦ વર્ષીય વિધવા મહિલા વિશે છે જે કામ પર પાછા ફરવા માંગે છે અને ઇન્ટર્ન તરીકે કામ ફરી શરૂ કરવા માંગે છે. આ રસિક વાર્તા માટે દીપિકા પાદુકોણ અને ઋષિ કપૂરની પસંદગી કરવામાં આવી હતી પરંતુ હવે જાેવાનું એ રહ્યું કે ઋષિ કપૂરની જગ્યાએ કોને ફાઇનલ કરવામાં આવે છે.
વર્ષ ૨૦૧૯માં ધર્મા પ્રોડક્શન દ્વારા દક્ષિણની આ સુપરહિટ ફિલ્મના રિમેક રાઇટ્‌સ ખરીદી લીધા હતા. જાે કે કોરોનાને કારણે ૨૦૨૦ ખૂબ ખરાબ હતું અને આ ફિલ્મ પર કોઈ કામ થઈ શક્યું નહીં. એવી અપેક્ષા છે કે ૨૦૨૧માં ધર્મા પ્રોડક્શન આ ફિલ્મની હિન્દી રિમેક બનાવવાનું શરૂ કરશે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.