પાટણ એલસીબીએ ગાડીના ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા

પાટણ એલસીબીએ ગાડીના ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા

વિદેશી દારૂના જથ્થા સાથે રૂ.૮,૨૫,૧૯૦ નો મુદ્દામાલ પોલીસ હસ્તગત કરી ગુનામાં સંડોવાયેલા અન્યોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ

પાટણ એલસીબી પોલીસે બાતમી ના આધારે રેડ કરી છોટા હાથીના ગુપ્ત ખાના માથી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી  વિદેશી દારૂના જથ્થા સાથે રૂ.૮૨૫૧૯૦ નો મુદ્દામાલ પોલીસ હસ્તગત કરી ગુનામાં સંડોવાયેલા અન્યોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી માહિતી મુજબ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા,સરહદી રેન્જ,ભુજ તથા પોલીસ અધિક્ષક વી.કે.નાયી પાટણના ઓએ પાટણ જીલ્લા માંથી પ્રોહી.લગતની ગે.કા.પ્રવૃતિ દુર કરવા કરેલ સુચના આધારે પાટણ એલસીબી પીઆઈ આર.જી.ઉનાગર ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો પાટણ ટાઉનમા પેટ્રોલીંગમા હતા. દરમ્યાન બાતમી હકીકત મળેલ કે પાટણ જીમખાના થી ખોડીયાર ચોકડી જતા રસ્તે આવેલ અમીર સહીદ સાહબ દરગાહની વાડીમા છોટા હાથીમા પાછળના ડાલામા ઘોડો (પશુ જીવ) બાંધી તેની આડમા ડાલામા ગુપ્ત ખાનુ બનાવી તેમા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ છે.

જે હકીકત આધારે ટીમે પ્રોહી રેડ કરતા TATA કંપનીના છોટા હાથી સફેદ કલરના ડાલા નં.જી.જે.૦૮ એ.યુ. ૮ર૬૭ માં ગુપ્તખાનુ બનાવી તેમાં વિદેશી દારૂ ભરી કવરીંગમા ઘોડો જીવ નંગ-૦૧ બાંધી લાવી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૪૮૫ કુલ કિં.રૂ.૨,૬૫,૧૯૦ તથા મોબાઇલ નંગ-૦૨ કિં.રૂ.૧૦,૦૦૦ તથા ઘોડો જીવ નંગ-૦૧ કિ.રૂ.૫૦,૦૦૦ અને વાહન મળી કુલ કિ.રૂ.૮,૨૫,૧૯૦ નો પ્રોહી મુદામાલ સાથે છોટાહાથીમા દારૂ ભરી આવનાર ભીલ વીરારામ માનારામ રહે બાઉડી કલા જી.બાડમેર રાજસ્થાન તથા દારૂ મંગાવનાર ફારૂકી મુસ્તકીમ કયુમુદ્દીન રહે પાટણ બોકરવાડો મોટા મદ્રેસા તા.જી.પાટણ વાળાઓને સ્થળ ઉપરથી પકડી પાડેલ તેમજ દારૂ મંગાવનાર ફારૂકી સદ્દામ કયુમુદ્દીન તથા ફારૂકી આરીફ કયુમુદ્દીન રહે પાટણ બોકરવાડા મોટા મદ્રેસા તા.જી.પાટણ વાળાઓ સ્થળ ઉપર હાજર મળી આવેલ ન હોય તમામ વિરુધ્ધ પાટણ સીટી એ ડીવી.પો.સ્ટે. ખાતે પ્રોહી. એક્ટ મુજબ ગુનો રજી.કરાવી આગળ ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *