Rakhewal | 31-12-2020 Headlines

Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/

દાંતીવાડા નજીક જીવદયા પ્રેમીઓએ ૫૬ ઘેટાં ભરેલી ગાડી ઝડપી સ્વ. ભરતભાઈ કોઠારીને સાચી શ્રદ્ધાંજલિ અર્પી.

ડીસામાં ફૂટવેરની દુકાનમાં આગ લાગતાં દોડધામ, લાખો રૂપિયાનું નુકશાન થયાનો અંદાજ.

અંબાજી મંદિરનું મુખ્ય ૬૧ ફુટ લાંબુ શિખર સ્વર્ણ શિખર બન્યું, બાકીના ૫ શિખરને પણ સ્વર્ણ શિખર બનાવવાની કામગીરી હાથ ધરાઈ.

ડીસા નગરપાલિકા દ્વારા ઐતિહાસિક હવાઈ હેરીટેજની સાફસફાઈ હાથ ધરાઈ, કચરાનાં ઢગલા દૂર કરાયા.

ડીસાના શિવનગર વિસ્તારના બંધ મકાનમાં રાત્રે ચોરીનો પ્રયાસ, પડોશી જાગી જતાં તસ્કરો ખાલી હાથે ફરાર થયાં.

થરાદ ધાનેરા હાઈવે પર ટ્રેક્ટરની ટ્રોલીને મોટરસાયકલ ટકરાતા ત્રણ યુવકોને ગંભીર ઇજા.

ડીસા થરાદ હાઇવે પરથી મહેસાણા જીએસટી કમિશનર દ્વારા ઈ બીલ વગરની લાકડાના મંદિર ભરેલી ગાડી ઝડપી પાડી પેન્લટી વસુલ કરાઈ.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દિયોદર એસ.ટી. બસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ કરશે.

ગઢમાં અબોલ ગાયને ટ્રેકટર સાથે બાંધી અમાનુષી અત્યાચાર ગુજારવાના કેસમાં ભાભરના ઈન્દરવા ગામના ઇસમની ધરપકડ.

સતલાસણામાં પ્રેમી તથા પુત્ર સાથે મહિલાએ આત્મહત્યા કરી જીવન ટુંકાવતાં ચકચાર.

પાટણમાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ ઘર છોડ્યું, ૧૨ લોકો વિરુદ્ધ પોલીસ ફરીયાદ.

મહેસાણામાં નકલી પોલીસ બની ટ્રક ડ્રાઈવરો પાસેથી પૈસા ઉઘરાવતો ૧ આરોપી ઝડપાયો ૩ ફરાર.

ઉત્તર ગુજરાતમાં ૨ અને ૩ જાન્યુઆરીના માવઠું થવાની હવામાન વિભાગની આગાહી, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ અને પંચમહાલ વિસ્તારમાં કમોસમી વરસાદ થશે.

દેશભરમાં વાહનોમાં ફાસ્ટેગ લગાવવાની ડેડલાઇન લંબાવાઈ,હવે ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીમાં ફાસ્ટેગ લગાવવું પડશે.

આજે રાત્રે 9 વાગ્યા પછી ઘરની બહાર નીકળશો તો નવું વર્ષ લોકઅપમાં જ ઊજવવું પડશે, શહેરના 300 પોઇન્ટ પર પોલીસની નાકાબંધી.

રાજકોટમાં એઇમ્સના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં નિયમોનો ઉલાળિયો, દો ગજ કી દૂરી ભુલી ટોળે વળી બુકે આપ્યા, કાર્યક્રમમાં 200 લોકોની છૂટ સામે આશરે 400 લોકો એકઠા થયા.

વડાપ્રધાન મોદીએ વર્ષના છેલ્લાં દિવસે આપ્યા ખુશખબર, કહ્યું- નવા વર્ષમાં સૌથી મોટો વેક્સિનેશન પ્રોગામ ચાલશે, કોરોના વેક્સિનની તૈયારી અંતિમ ફેઝમાં.

આકાશ મિસાઇલ સિસ્ટમ ખરીદવા 9 દેશ ઇચ્છુક, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આત્મનિર્ભર ભારતની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું ગણાવ્યું.

સરકાર તરફથી રાહત : કરદાતાઓ હવે 10 જાન્યુઆરી સુધી આઈટી રિટર્ન ફાઈલ કરી શકશે.

બ્રિટનમાં ઓક્સફોર્ડની વેક્સિનને મંજૂરી; હવે ભારતનો વારો, 1 જાન્યુઆરી 2021એ સીરમ અને ભારત બાયોટેકની બે વેક્સિન મુદ્દે નિર્ણય.

બ્રિટનમાં પરિસ્થિતિ બેકાબૂ, હોસ્પિટલોમાં જગ્યા નહીં; અમેરિકાના વિશેષજ્ઞોએ કહ્યું- યોગ્ય રીતે વેક્સિનેશન થશે તો જુલાઇ સુધીમાં સ્થિતી સામાન્ય બની શકે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.