ઉત્તર ગુજરાતમાં 2 અને 3 જાન્યુઆરીના રોજ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી
નવા વર્ષના પ્રારંભે જ ગુજરાતના ખેડૂતોના માથે ફરી માવઠાંરૂપી આફત ત્રાટકે તેવી શક્યતા છે. હવામાન વિભાગે આગામી 2 અને 3 જાન્યુઆરીના રોજ ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે વાતાવરણમાં પલટો આવશે.જેના કારણે બનાસકાંઠા , સાબરકાંઠા અને દાહોદ તેમજ પંચમહાલમાં માવઠું પડી શકે છે.. બીજી તરફ આગામી 5 દિવસ લઘુતમ તાપમાનમાં પણ બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે પવનની ગતિમાં પણ વધારો થશે… જેના કારણે અનેક વિસ્તારોમાં ઠંડા પવનો પણ ફૂંકાઇ શકે છે.
હવામાન વિભાગની મોટી આગાહી,
ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર,
નવા વર્ષની શરૂઆત ઠંડીનો ચમકારો અને કમોસમી વરસાદ લઈને આવશે,
ઉત્તર ગુજરાતના સૂકા પ્રદેશોમાં હિમ પડશે,
વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે વાતાવરણમાં પલટો આવશે. અને કમોસમી વરસાદ થશે
2 અને 3 જાન્યુઆરીના હવામાનમાં પલટો આવશે
ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થશે
બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ અને પંચમહાલ વિસ્તારમાં કમોસમી વરસાદ થશે
આગામી પાંચ દિવસ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધશે
ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થશે
આ સિવાય પણ રાજ્યના અલગ અલગ શહેરોમાં ઠંડીનો ચમકારો અને પવન ફૂંકાશે
વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે પવનની ગતિમાં પણ વધારો થશે
48 કલાક બાદ ઠંડીમાં આંશિક રાહત મળશે