હું ચિંતિત છું એ લોકો માટે, જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર આંગળી ઉઠાવે છેઃ સોનું સૂદ

ફિલ્મી દુનિયા

ન્યુ દિલ્હી,
સોનુ સૂદે હાલમાં જ બોલિવૂડ હંગામાને આપેલા ઇન્ટરવ્યૂમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હાલની સ્થિતિ પર વાત કરી છે. એક્ટરે કહ્યું, ‘ઇન્ડસ્ટ્રીમાં લોકો યુનિટીની વાત તો કરે છે પણ તેને ફોલો નથી કરતા. ઇન્ડસ્ટ્રીના અમુક લોકોનું આના પર સવાલ કરવું ઘણું નિરાશાજનક છે. બોલિવૂડ હજુપણ ઘણી રીતે વહેંચાયેલું છે.
જે વસ્તુ આપણને એકબીજા સાથે જાેડી રાખે છે, તે મિસિંગ છે. આ વર્ષે ઇન્ડસ્ટ્રીને લઈને મીડિયામાં જે વાતો થઇ તેના પર સોનુએ કહ્યું, આ બધું જાેઈને હું નિરાશ હતો, પણ સૌથી વધુ નિરાશાજનક વાત એ હતી કે ઇન્ડસ્ટ્રીના અમુક લોકોને આની જ વિરુદ્ધ બોલતા જાેવા. આ એ જગ્યા છે, જેના માટે મેં મારું ઘર અને પરિવાર છોડ્યો. અહીંયા મારા બધા સપના પૂરા થયા અને હવે લોકોને આના પર આંગળી ઉઠાવતા જાેઈને ખરાબ લાગે છે.
સોનુએ આગળ કહ્યું, ‘અમારા બધા માટે ઇન્ડસ્ટ્રી એક મોટા પરિવારની જેમ છે, પણ જે ચેન અમને એકબીજાને બાંધે છે, તે મિસિંગ છે. અહીંયા લોકો એકબીજા સાથે તો દેખાય છે, પણ કોઈ અન્યના વખાણ કે સલાહ દેવા નથી આવતા. તે કહે છે કે તે ઇન્ડસ્ટ્રીનો હિસ્સો છે પણ તેમણે પોતાની ચારેબાજુ એક દીવાલ બનાવી લીધી છે. અહીંયા બધા તમારી સફળતામાં સાથે છે પણ જ્યારે તમે ફેલ થઇ જાવ છો તો કોઈ સાથ નથી આપતું.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.