મનસુખ વસાવાએ રાજીનામું પાછું ખેંચ્યું, નાદુરસ્ત તબિયતને કારણે આપ્યું હતું રાજીનામું

ગુજરાત
ગુજરાત

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મંગળવારના રોજ એકાએક રાજીનામુ આપી દેતા ભર શિયાળે રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો.

પોતાના રાજીનામાનો પત્ર પ્રદેશ પ્રમુખને મોકલી આપ્યો હતો અને સાંસદ પદેથી રાજીનામાનો પત્ર તેઓ લોકસભાના અધ્યક્ષને સોંપવાના હતા. પરંતુ આ જાહેરાત બાદ થયેલા રિસામણા-મનામના બાદ આખરે આજે મનસુખ વસાવાએ રાજીનામુ પરત ખેંચ્યું છે.

સાંસદ મનસુખ વસાવા આજે સીએમ રૂપાણીને સાથે બેઠક યોજી હતી. મંગળવારે રાજીનામુ આપ્યા બાદ તેમને મનાવવા માટે મોડી રાત સુધી તેના નિવાસસ્થાને બેઠકનો દોર ચાલ્યો. મનસુખ વસાવાએ જણાવ્યું કે નાદુરસ્ત તબિયતને કારણે રાજીનામું આપ્યું છે.

મનસુખ વસાવાએ જણાવ્યું કે મને ગરદન અને કમરની તકલીફ હતી તે કારણે રાજીનામું આપ્યું હતું. મને સરકાર કે પક્ષ તરફથી કોઈ નારાજગી નથી. જો હું સાંસદ રહીશ તો સરકારી ખર્ચે સારવાર થશે. તબીબ અને વૈધે આરામ કરવાની સલાહ આપી એટલે રાજીનામું આપ્યું હતું. પરંતુ કેન્દ્રીય નેતૃત્વ સાથે વાતચીત બાદ મેં મારો નિર્ણય બદલ્યો છે. સાંસદ તરીકે હું ચાલુ રહીશ. રાજીનામાનો નિર્ણય પાછો લઉં છું.

ઉલ્લેખનીય છે કે ગત રોજ સાંસદ મનસુખ વસાવાએ રાજીનામું આપી દેતા ગુજરાત ભાજપમાં ભૂંકપ સર્જાયો હતો. ગત રોજ સુધી તેમને મનાવવા માટે ભાજપે દોડધામ કરી હતી.

આજે ગાંધીનગરમાં વન મંત્રી ગણપત વસાવા સાથે ચર્ચા કરી હતી અને ત્યાર બાદ મુખ્યમંત્રીને પણ મળવા પહોંચ્યા હતા. ભાજપ પક્ષમાંથી રાજીનામું આપનારા ભરૂચથી સાંસદ મનસુખ વસાવા ગાંધીનગર પહોંચ્યા છે. જ્યાં તેમણે વન અને પર્યાવણ પ્રધાન ગણપત વસાવા સાથે મુલાકાત કરી છે. જે બાદ મનસુખ વસાવા સીએમ વિજય રૂપાણી સાથે મુલાકાત કરવાના છે. ગ્રામજનોને જાણ વિના પોતાના મત વિસ્તારના ગામોને ઇકો સેન્સિટીવ ઝોનમાં સામેલ કરવાના વિરોધમાં પક્ષમાંથી રાજીનામુ આપતો પત્ર લખ્યો હતો.

આ ઉપરાંત મનસુખ વસાવાને લવ જેહાદ મુદ્દે ફોન પર ધમકીઓ મળી રહી હોવાનો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે. મનસુખ વસાવાને ગુજરાત અને ઉત્તર પ્રદેશ ઉપરાંત લંડનથી પણ લવ જેહાદ પર તેમણે કરેલા નિવેદન અને માંગ બાદ ધમકીઓ મળ્યાનો ખુલાસો થયો છે. મનસુખ વસાવાએ આ અંગે નર્મદા તેમજ ભરુચ એસપીને જે નંબરો પરથી ધમકી મળી હતી તે પણ સોંપ્યા છે. આ અંગે તેઓ ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહને પણ રજૂઆત કરવાના છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.