અર્થતંત્રને દોડતું કરવા મહાબજેટ રજૂ કરશે મોદી સરકાર

Business
Business

આગામી વર્ષે જીડીપીના 8% જેટલો ખર્ચ વધારવા તૈયારી, હાલના બજેટ કરતા ખર્ચ-યોજનાઓ અનેક ગણી વધુ હશે

દેશને કોરોના કાળમાંથી બહાર લાવવાની ભગીરથ કામગીરીમાં સફળતા ભણી જઈ રહેલી મોદી સરકાર હવે છેલ્લા એક વર્ષમાં વાયરસના કારણે લાદવામાં આવેલા લોકડાઉન સહિતના પ્રતિબંધાત્મક આદેશોના કારણે વ્યાપાર-રોજગારને જે મોટું નુકશાન થયું છે અને અર્થતંત્ર પણ બેહાલ જેટલી સ્થિતિમાં છે તેમાંથી દેશને બહાર લાવવા ફેબ્રુઆરી-1ના રોજ રજુ થનારા કેન્દ્રીય બજેટમાં દેશના આર્થિક ઈતિહાસનો સૌથી મોટો ખર્ચ કરીને અર્થતંત્રને ચાબૂક મારશે.

એશિયાની ત્રીજી સૌથી મોટી ઈકોનોમી અને વિશ્ર્વના છઠ્ઠા ક્રમના અર્થતંત્ર તરીકે ભારતનું સ્થાન રહ્યું છે. કોરોના સંક્રમણના કારણે ભારતનું અર્થતંત્ર જે પાંચમા ક્રમે હતું તે છઠ્ઠા ક્રમે ધકેલાઈ ગયું છે પણ સરકાર તેમાં એક જ વખતના મોટા ખર્ચથી 2021ને આર્થિક રીતે સૌથી ઝડપથી આગળ વધતુ અર્થતંત્ર બનાવવા માંગે છે. કેન્દ્ર સરકારે કોરોનાની સ્થિતિ જોતા તેના 80 જેટલા વિભાગોના ખર્ચમાં ખર્ચ કાપ લાદી દીધો હતો અને જે રીતે હાલ સરકારનો ખર્ચ 407 અબજ ડોલર છે તે બજેટ અનેકગણું વધશે. ભારતમાં કોરોના સંક્રમણના કારણે વિદેશી રોકાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને ઓકટોબર સુધીમાં સરકારનો યોજનાકીય ખર્ચ પણ બજેટના 55% જ થયો છે.

નાણામંત્રી શ્રી નિર્મલા સીતારામને અનેક વખત સ્પષ્ટ કર્યુ છે કે તે ખર્ચ માટેની તૈયારીમાં ખાધ કેટલી ઉંચી જાય છે તેની ચિંતા કરશે નહી. અમો બહુ સ્પષ્ટ છીએ કે અમો મોટો ખર્ચ કરવા જઈ રહ્યા છે. સરકાર આ વર્ષે જીડીપીના 8% જેટલો બજેટ ખર્ચ વધશે. જો કે સરકારની આવક ખાસ કરીને ટેકસ કલેકશનમાં ઘટાડો થયો છે અને તેથી સરકારો ડિસઈન્વેસ્ટમેન્ટ તથા બજારમાંથી નાણા ઉભા કરવા પડે ચે. મોદી સરકાર લોકોના હાથમાં ખાસ કરીને ગ્રામીણથી લઈને શહેરી ક્ષેત્રમાં રહેતા નાના અને મધ્યમ રોજગાર-સ્વરોજગાર ધરાવતા લોકોના હાથમાં નાણા પહોંચે કે તેમના ધંધા વ્યવસાયને લાભ થાય તે રીતે આયોજન કરી રહી છે. બેન્કેબલ-યોજનાઓ તો અગાઉ જાહેર કરાયેલા પેકેજમાં આપી દેવાઈ છે અને સરકાર બેન્કોની હાલની સ્થિતિ જોતા આ સીસ્ટમને બહું ડિસ્ટર્બ કરવા માંગતી નથી અને આ બજેટ કદ સ્વતંત્ર ભારતના ઈતિહાસનું સૌથી મોટું હશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.