મહેસાણામાં ગરીબોનું એકમાત્ર આશ્રય સ્થાન છીનવાયું

મહેસાણામાં ગરીબોનું એકમાત્ર આશ્રય સ્થાન છીનવાયું

મનપાની દયાથી ગરીબોનું રેનબસેરા કોન્ટ્રાકટરના કબ્જામાં

બે વર્ષથી રેનબસેરા કોના માટે બનાવ્યું છે મનપા જવાબ આપે???

મહેસાણામાં મહાનગરપાલિકા બન્યા બાદ મનપાએ વિકાસના નામે આખા શહેરને બાનમાં લીધું હોય તેવા દ્રશ્યો છાશવારે જોવા મળી રહ્યાં છે. જ્યાં સાચા અર્થમાં વિકાસની જરૂર છે ત્યાં મનપા દ્વારા આંખ આડા કાનની નીતિ અપનાવવામાં આવી રહી છે અને જ્યાં ખરેખર વિકાસની કોઈ જરૂર જ નથી ત્યાં વિકાસના નામે લોકોના પૈસા વેડફી દેવામાં આવે છે.  હાલના તબક્કે મહેસાણા શહેરમાં એવા અનેક વિસ્તારો છે કે જ્યાં વાસ્તવમાં વિકાસની તાતી જરૂરિયાત જણાય છે અને ત્યાં કોઈ જ વિકાસ કરવામાં નથી આવ્યો.

પૈસાપતિઓ, ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓના તાબા હેઠળ ચાલતી મહાનગરપાલિકાના સત્તાધીશોને રૂપિયાવાળા સીવાય કોઈના કામ કરવામાં રસ નથી તો શહેરના બિચારા ગરીબોની તો ક્યાં વાત જ રહી?? વિકાસના નામે શહેરને ગરીબો મુક્ત કરવાના કામ મનપા દ્વારા કરવામાં આવી રહ્યાં હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. અનાયાસે મનપા દ્વારા ગરીબોને આર્થિક રીતે યાતનાઓ આપવામાં આવતી હોવાનું પણ હવે તો લોકમુખે ચર્ચાનો વિષય બની જવા પામ્યું છે. ત્યારે મહેસાણા શહેરના હૈદરી ચોકમાં બનાવેલ રેનબસેરામાં મનપાની દયાથી એક વર્ષથી કોન્ટ્રકટરના માણસો વસવાટ કરી રહ્યાં છે. જેમાં શાહવારને રંગ રોગાન કરવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો ચબેટ કોન્ટ્રાકટરના માણસો અહીંયા રહીને સગવડો ભોગવી રહ્યાં છે અને વાસ્તવમાં જેમનો હક છે તેવા ગરીબો રોડ પર પડ્યા રહેવા મજબુર બન્યા છે. ગરીબો અને નિરાધાર માટે બનાવેલ રેન બસેરા મનપાના કોન્ટ્રકટરના માણસોનું રહેણાંક બની ગયું. મનપાના અધિકારીઓ ધારે તેને જ રેનબસેરામાં આશરો આપે છે.

ગરીબો માટે હર હમેશ લડત આપતા કોંગ્રેસ અગ્રણી ભૌતિક ભટ્ટ દ્વારા આ બાબતને ઉજાગર કરીને આ મામલે ઉચ્ચકક્ષાએ ગંભીર રજુઆત કરવામાં આવી છે. જે હેતુ માટે રેનબસેરાનું અદ્યતન મકાન બન્યું છે તે હેતુ માટે ઉપયોગ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. શિયાળાની કડકડતી ઠંડીમાં ગરીબો અને નિરાશ્રીતો માટે એકમાત્ર આશ્રય સ્થાન ઉભું કરવું જરૂરી 5બની ગયું છે. મહેસાણા મહાનગરપાલિકા દ્વારા જે રીતે રેનબસેરા ભવનનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે તે બંદ કરી જેમના માટે આ ભવનનું નિર્માણ કર્યું છે તેમના રહેવા માટે સાચા અર્થમાં ઉપયોગ થાય તેવી માંગ કરી મનપા અધિકારીઓને રેનબસેરા ભવન ખાલી કરીને નિરાધાર, નિરાશ્રીતો અને ગરીબોના ઉપયોગમા લેવા માટે પણ ચીમકી આપી છે. અને જો આવું કરવામાં મનપા અધિકારીઓ આનાકાની કરશે તો આવનારા સમયમાં ગરીબ અને નિરાધાર લોકોની વ્હારે આવી લડત આપવાની ચીમકી ઉચ્ચારી છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *