બનાસકાંઠા જીલ્લાના ભીલડી પંથકમાં મગફળીના પાક લેવા માં અથાગ મહેનત કરનારા ખેડુતોની હાલત હાલ કફોડી બની છે. ભીલડી માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવ ઓછા મળી રહ્યા છે. સરકાર દ્વારા મગફળીનો ભાવ રૂપિયા ૧,૪૫૬ પ્રતિ ૨૦ કિલો જાહેર કરવામાં આવ્યો હોવા છતાં, માર્કેટ યાર્ડમાં ખેડુતોને માત્ર રૂ. ૭૦૦ થી ૧,૧૦૦ સુધીના ભાવ જ મળી રહ્યા છે. હાલમાં થયેલા કમોસમી વરસાદના કારણે મોટી માત્રામાં મગફળી ભીની પડી ગઈ હોવાથી, વેપારીઓએ તેના ભાવ વધુ ઘટાડી દીધા છે. જેના કારણે ખેડુતોને “પડતા ઉપર પાટુ” જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યા છે.ખેડુતો જણાવે છે કે મગફળીની ખેતીમાં ખર્ચ વધી ગયો છે — બીજ, ખાતર, મજૂરી અને સિંચાઈનો ભાર વધ્યો છે, પણ પાક વેચતી વખતે યોગ્ય ભાવ ના મળતા ખેડૂત આર્થિક સંકટમાં ધકેલાઈ રહ્યા છે.
આ અંગે ભીલડી માર્કેટ યાર્ડ માં આજ રોજ ભીલડી માર્કેટ યાર્ડ ખાતે હરાજી કરતા તમામ વેપારીઓ સાથે બનાસકાંઠા જીલ્લા કિશાન મોરચા મિડિયા સેલ ઇન્ચાર્જ નારણભાઈ જોષી દ્વારા વેપારીઓ સાથે મીટીંગ યોજાઈ. જેમાં વેપારીઓને ખેડૂતોને મગફળીના ભાવ કઈ રીતે ઊંચા મળે તેના માટે ચર્ચા વિચારણા કરવામાં આવી ભીલડી માર્કેટ યાર્ડ ખાતે મળેલી મીટીંગ માં વેપારી આગેવાનો એ બાંયધરી આપી કે અમે ખેડૂતનું હિત એ અમારૂં હિત તે રીતે ઉંચો ભાવ મળે તે રીતે અમે ઉપર મીલો માં પણ ઉંચા ભાવ મળે તે રીતે પકડ પકડી ખેડૂતો ને સારા ભાવ અપાવાનો પ્રયત્ન કરીશુ.સ્થાનિક ખેડૂતોએ સરકારને માંગ કરી છે કે સરકાર દ્વારા ખેડુતો ને માર્કેટ યાર્ડમાં મગફળીના યોગ્ય ભાવ મળે તેવા પ્રયાસો કરવા મા આવે અને સરકાર દ્વારા ટેકા ના ભાવે ખરીદી તાત્કાલિક શરૂ કરવામાં આવે જેથી ખેડુતોને રાહત મળે.ખેડુતોનું આર્થિક ભવિષ્ય બચાવવા માટે યોગ્ય નીતિગત પગલાં લેવાનો સમય હવે આ

