વાવ તાલુકાના ઢીમામાં મહિલા સરપંચ દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

 રખેવાળ ન્યુઝ ઢીમા : વાવ તાલુકાના યાત્રાધામ ઢીમામાં દબાણ દૂર કરવા માટે ગામના મહીલા સરપંચ પોલીસ પ્રોટેકશન સાથે ઝુંબેશ હાથ ધરતા હબોળો થતાં દબાણની કામગીરી સ્થગિત રાખવામાં આવી હતી. જોકે માહિતી અનુસાર ઢીમા ખાતે અગાઉ ગ્રામ પંચાયત દ્વારા પાણીની પરબ બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું હતું.જેથી જાહેર રસ્તા ઉપર આવતા તમામ દબાણદારો જે બિન કાયદેસર દબાણ કરેલ છે.તેઓને દબાણો દૂર કરવા માટેની તારીખ ૧ ૧ ૨૦૨૦ ના રોજ નોટિસો આપવામાં આવી હતી.જેને લઈને ગઈકાલે નોટિસોની મુદત પૂર્ણ થતાં મહિલા સિંઘમ સરપંચ હર્ષાબેન સેવક દ્વારા તારીખ ૪ ૧ ૨૦૨૦ ના રોજ દબાણ દૂર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવતા દબાણદારો દ્વારા હોબાળો કરાતા કામગીરી સ્થગિત કરવામાં આવી હતી અને હવે પછી જાહેર રસ્તા ઉપર આવતા તમામ દબાણકારોને બે દિવસની અંદર ગ્રામ પંચાયત દ્વારા મિટિંગ બોલાવીને પા‹કગ વ્યવસ્થાથી લઈને ભોરોલ જવાના મેઈન રસ્તા ઉપર આવતા તમામ દબાણદારોને નવેસર નોટિસો પાઠવવામાં આવશે અને ફરીથી દબાણ હટાવવા માટેની કામગીરી એક અઠવાડિયા બાદ હાથ ધરવામાં આવશે. જોકે અગાઉ ઢીમા ગ્રામ પંચાયત દ્વારા પાંચ દબાણકારોને નોટિસ આપવામાં આવી તે પૈકીના બે દબાણ દારોનું દબાણ હટાવવામાં આવ્યું હતું.
જોકે ઢીમા ગ્રામજનોમાં એક જ સૂર ઉઠવા પામ્યો છે કે ખરેખર ગામમાં જે લોકો લાગ વળગ ધરાવતા દબાણદારો છે.તેમનું દબાણ હટાવવામાં આવ્યું નથી.જેથી જે કામગીરી કરવામાં આવી છે તે કામગીરી જોતાં આ કામગીરીમાં મોટો રાજકારણ રમાઈ રહ્યું હોય તેવુ ઢીમામા ગ્રામજનો માંથી સાંભળવા મળી રહ્યું છે. જેથી દબાણના મુદ્દાને લઈને તાલુકા વિકાસ અધિકારી જિલ્લા કલેકટર અને દબાણ શાખા દ્વારા યોગ્ય તપાસ કરી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવે તે ઢીમા ગ્રામજનોની ઉગ્ર માંગ ઉઠી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.