આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદએ આઈસીસી ટીમ ઓફ ધ ડેકેટની જાહેરાત કરી

Sports
Sports

દુબઈ,
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદએ આઈસીસી ટીમ ઓફ ધ ડેકેટની જાહેરાત કરી છે. જેમાં પુરૂષ ક્રિકેટમાં ટી૨૦, વનડે અને ટેસ્ટની ટીમ ઓફ ધ ડેકેટ જાહેર કરવામાં આવી છે. આ ટીમોમાં ભારતીય ખેલાડીઓનો દબદબો જાેવા મળ્યો છે. ત્રણેય ફોર્મેટની ટીમોની કમાન પણ ભારતીય ખેલાડીઓના હાથમાં છે. ટી૨૦ અને વનડે ટીમની કમાન એમએસ ધોનીને સોંપવામાં આવી છે. તો ટેસ્ટ કેપ્ટનની કમાન વિરાટ કોહલીને સોંપવામાં આવી છે.
રોહિત શર્મા (ભારત), ક્રિસ ગેલ (વેસ્ટ ઈન્ડિઝ), આરોન ફિન્ચ (ઓસ્ટ્રેલિયા), વિરાટ કોહલી (ભારત), એબી ડિવિલિયર્સ (દક્ષિણ આફ્રિકા), ગ્લેન મેક્સવેલ (ઓસ્ટ્રેલિયા), એમએસ ધોની (વિકેટકીપર, કેપ્ટન, ભારત), કીરોન પોલાર્ડ (વેસ્ટ ઈન્ડિઝ), રાશિદ ખાન (અફઘાનિસ્તાન), જસપ્રીત બુમરાહ (ભારત), લસિથ મલિંગા (શ્રીલંકા).
આઈસીસી વનડે ટીમ ઓફ ધ ડેકેટની જવાબદારી એમએસ ધોનીને સોંપવામાં આવી છે. આ ટીમમાં ત્રણ ભારતીય ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે.
રોહિત શર્મા (ભારત), ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા), વિરાટ કોહલી (ભારત), એબી ડિવિલિયર્સ (દક્ષિણ આફ્રિકા), શાકિબ-અલ-હસન (બાંગ્લાદેશ), એમએસ ધોની (કેપ્ટન/વિકેટકીપર, ભારત), બેન સ્ટોક્સ (ઈંગ્લેન્ડ), મિશેલ સ્ટાર્ક (ઓસ્ટ્રેલિયા), ટ્રેન્ટ બોલ્ટ (ન્યૂઝીલેન્ડ), ઇમરાન તાહીર (દક્ષિણ આફ્રિકા), લસિથ મલિંગા (શ્રીલંકા).
એલિસ્ટર કુક (ઈંગ્લેન્ડ), ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા), કેન વિલિયમસન (ન્યૂઝીલેન્ડ), વિરાટ કોહલી (કેપ્ટન/ભારત), સ્ટીવ સ્મિત (ઓસ્ટ્રેલિયા), કુમાર સાંગાકારા (વિકેટકીપર/શ્રીલંકા), બેન સ્ટોક્સ (ઈંગ્લેન્ડ), આર. અશ્વિન (ભારત), ડેલ સ્ટેન (દક્ષિણ આફ્રિકા), સ્ટુઅર્ટ બ્રોડ (ઈંગ્લેન્ડ), જેમ્સ એન્ડરસન (ઈંગ્લેન્ડ). આઈસીસીએ આ સિવાય દાયકાની શાનદાર મહિલા વનડે અને ટી૨૦ ટીમોનું લિસ્ટ પણ જાહેર કર્યું છે. દાયકાની બેસ્ટ મહિલા વનડે ટીમમાં મિતાલી રાજ અને ઝુલન ગોસ્વામીની પસંદગી થઈ છે. ટી૨૦ ટીમમાં હરમનપ્રીત કૌર અને પૂનમ યાદવને તક મળી છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.