પાલનપુર સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલ કેદી ફરાર

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર
પાલનપુર સિવિલ હોસ્પિટલમાં કોરોના ની સારવાર લઇ રહેલ એક કેદી રવિવારે વહેલી સવારે અંધારાનો લાભ લઇ આઈસોલેશન વોર્ડના ટોયલેટની બારીની ગ્રીલ વાળી કેદી ફરાર થઇ ગયો હતો. જેની જાણ પોલીસ જાપ્તામાં રહેલા પોલીસ કર્મીઓને થતા પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં અંદાજીત બે માસ અગાઉ ૨૨ વર્ષીય ઇસ્માઇલખાન મેરાજખાન ઉર્ફે મેરાબખાન ખાજુજી સુમરા રહે. બાલુન્દ્રા તા.અમીરગઢને રાજસ્થાનથી ટ્રાન્સફર વોરંટથી કબજાે
મેળવાયો હતો. ત્યારબાદ તે કેદી પાલનપુર સબજેલમાંથી અંદાજીત પાંચ દિવસથી પાલનપુર સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં સારવાર લઇ રહ્યો હતો.
જેમાં રવિવારે વહેલી સવારે ઇસ્માઇલ ખાન સુમરા ટોયલેટ જવા ગયો હતો. જેથી પોલીસ જાપ્તામાં રહેલા પોલિસ કર્મિઓ બહાર તેની ખબર રાખી રહ્યા હતા. પરંતુ વધુ સમય થઇ ગયો હોવા છતાં ઇસ્માઇલ સુમરા ટોયલેટમાંથી બહાર ન આવતા પોલીસ જાપ્તામાં રહેલા પોલીસકર્મીઓને શંકા જતા બુમ પાડી તપાસ કરતા તેનો સામે કોઇ પ્રતિઉત્તર મળ્યો ન હતો.
જેથી પોલીસે ટોયલેટનો દરવાજાે ખોલી તપાસ કરતા ટોયલેટની બારીની ગ્રીલના સળીયા તુટેલા હોવાથી કેદી ફરાર થઇ ગયો હોવાની જાણ થઇ હતી.જેથી પોલીસે સિવિલ હોસ્પિટલ ની આજુ-બાજુ શોધ ખોળ કરવા છતાં કોઇ પત્તો ન લાગતા પાલનપુર પોલીસ હેડ ક્વાટરના એ.એસ.આઇ.એ પાલનપુર પૂર્વ પોલીસ મથકે કેદી વહેલી સવારે અંધારાનો લાભ લઇ ફરાર થઇ ગયો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.