યુરોપિયન યુનિયને પાકિસ્તાન એરલાઇન્સ પર 3 મહિના માટે પ્રતિબંધ વધાર્યો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

યુરોપિયન યુનિયન એવિએશન સેફ્ટી એજન્સી (EASA)એ પાકિસ્તાનને ઝટકો આપ્યો છે, પાકિસ્તાની અધિકારીની ઇચ્છા છતાં પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA)ની એક સુરક્ષા ઓડિટ બાદ દુર કરવામાં આવશે.

EASA એ જુલાઇમાં સુરક્ષા ચિંતાઓનાં કારણે યુરોપિયન સંઘનાં સભ્ય રાજ્યોમાં ઉડાનોનાં સંચાલન માટે PIAને સસ્પેન્ડ કરી દીધી હતી.

શુક્રવારે પાકિસ્તાનનાં ઉડ્ડયન પ્રધાન ગુલામ સરવર ખાને તક્ષશિલામાં કહ્યું હતું કે કોમર્સિયલ પાઇલોટનાં લાયસન્સ જારી કરવાની પ્રક્રિયા અંગે EASAની મોટાભાગની ચિંતાઓનું સમાધાન કરવામાં આવ્યું છે, અને ખુબ જ ઝડપથી યુરોપિયન દેશોમાં PIA ની ઉડાનો પરથી પ્રતિબંધો હટાવી લેવામાં આવશે.

અત્રે ઉલ્લેખનિય છે કે EASAનાં પ્રતિબંધોનાં કારણે PIAને ઘણું આર્થિક નુકસાન થઇ રહ્યું છે અને આ વિદેશી એરલાઇન્સને પોતાનો બિઝનેસ વધારવાની તક પણ આપી રહ્યું છે.

આ મહિનાની શરૂઆતમાં બ્રિટિશ એરલાઇન વર્જીન એટલાન્ટિકે ઇસ્લામાબાદ અને લાહોર માટે તેની સીધી ઉડાનો શરૂ કરી જ્યારે બ્રિટિશ એરવેઝએ ઇસ્લામાબાદથી લાહોર સુધી પોતાની ઉડાનો વધારી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.